Saturday, 2 July 2016

હરિને ભજતાં હજી કોઈની લાજ Hati ne bhajata haji koini laj gujarati lyrics

હરિને ભજતાં હજી કોઈની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળીયા સાથ, વદે વેદ વાણી રે. હરિને...
વહાલે ઉગાર્યો પ્રહ્-લાદ, હરણા કંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ, રાવણ સંહાર્યો રે. હરિને...
વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે;
ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી થાપ્યો રે. હરિને...
વહાલે મીરાં તે બાઈનં વિખ હળાહળ પીધાં રે;
પંચાળીના પૂર્યાં ચીર, પાંડવ કામ કીધાં રે હરિને...
વહાલે આગે સંતોનાં કામ, પૂરણ કરિયાં રે;
ગુણ ગાય ગેમલ કરજોડ, હેતે દુઃખ હરિયાં રે. હરિને...

3 comments:

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...