Saturday, 2 July 2016

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું Adhuriya se na hoy daldani vatu gujarati bhajan lyrics

અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚ મારી બાયું રે… - અધૂરિયા સે નો હોય દલડાંની વાતું‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવા ખાડા રે ખાબોચિયાં કેરી દેડકી રે‚

ઈ શું જાણે સમંદરિયાની લ્હેરૂં‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

કૂવાની છાંયા રે કૂવામાં જ વિસમે રે‚

વળતી ઢળતી કોઈને ન આવે એની છાંય‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

દૂધ ને સાબુએ રે ધોયા ઓલ્યા કોયલા રે‚

ઈ કોયલા કોઈ દી ઉજળા નો થાય‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

એવાં દૂધડાં પાઈને રે વસિયર સેવયો રે‚

મૂકે નહીં ઈ મુખડાં કેરાં ઝેર‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

દુરજનિયાની રે આડા મોટા ડુંગરા રે‚

એ જી મારા હરિજનયાની હાલું મોઢામોઢ‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

ગુરુના પ્રતાપે રે લીરલબાઈ બોલિયાં રે‚

એ જી મારા સાધુડાંનો બેડલો સવાયો‚ મારી બાયું રે…

નર પૂરા રે મળે તો રાવું રેડીએ રે…

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...