જગત છે ઝાંઝવાનું પાણી, રહેશે નામ નિશાણી,
સત્સંગ કીરતનને સદગુરૂ સેવા, મોજું લીયોને માણી.
માત પિતા સૌ મતલબનાં, ઓળખો એંધાણી,
કાયા પડતાં કોઈ નવ આવે, ઘરની ધણીઆણી.
કામની જાળમાં વિશ્વ વીંટાયું, મતિ તેની મુંજાણી,
કારજ કરતાં સારજ ભૂલ્યો, પછી અંતે મરે તાણી.
કપટ તજી શ્રી કૃષ્ણ ભજીલે, વાતો વેદે વંચાણી,
દાસ મોરાર અવિચળ રહે છે, સંતો કેરી વાણી.
No comments:
Post a Comment