Wednesday, 2 December 2020

 નેવાનું પાણી મોભે રે, વહાલા ચાલ્યું જાય છે,

દુનીયા મન અવળુ રે, સવળુ સંત ગાય છે...ટેક
જાવું ત્યાં તો કોઇ ન જાવે, કરવું તે ન કરાય.
જાણવું તે તો રહીયું બાકી, રાતને દીન ગણાય.
મોહ દારૂ પીધેરે, ભાન તો ભુલાય છે...નેવાનુ
રાજાને તો રંક ગણીને, કરી નહીં સારવાર.
રંકને રાજા માની બેઠા, ધિક પડ્યો અવતાર.
અંતર ધન ખોયું રે, મેટો એ અન્યાય છે...નેવાનુ
લોહ ચણાનું ભક્ષણ કરવું, જેવું એ મુશ્કેલ.
તેવું આત્મ સ્વરૂપે થાવું, નથી બાળકને ખેલ.
કોઇક જીવ સમજે રે, બુદ્ધિસાગર ગાય છે...નેવાનુ

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...