Wednesday, 4 July 2018

એવી અગમ પર ઓળખાણું રે Evi agam par olkhanu re aapi

એવી અગમ પર ઓળખાણું રે, આપી ગુરૂ એ પ્રેમ કરી
ત્યારે સત અસત પરખાણું રે, મન મેવાસી બેઠું કરી...એવી

તમો ગુણ દેખી જેહી સત્વગુણ આણે, ધરે નહીં મન ક્રોધ
જ્ઞાન વૈરાગ્યથી આનંદમાં રહેવે, બોલીમાંથી લીયે બોધ;
એવાં પ્રવૃત્તિ પરજાળે રે, સુખ દુ:ખ કાપે શબ્દે કરી...એવી


વૈરાગી બાળને સુરતે સંભાળીને, મન થકી મનની લીધી સાર;
સોળ રે કળાના સોળ શણગાર સર્જયા રીજવ્યો સોહં સચરાચર
ત્યારે રણુંકાર પખાજ વાગી રે, ત્રિવેણી ૫૨ મચ્યો ઘમસાણ...એવી

નિવૃત્તિ નારી સાથે આત્મરાજા, પોઢયાં શાંતિ સૈયામાંય;
રણુકારના રે રાગ જ વાગ્યા, નાભિયે ઉભી સુરતા નાર;
એવાં છત્રીસ વાજાં વાગે રે, સાંભળે કોઈ સંત સુજાણ...એવી

અજ્ઞાન અંધારૂ દૂર થયુ ને, સદાય વાયુ છે વહાણૂં;
કોટી રવિ તણા હુવા ઉજીયારાં, અગમ સુજ્યા ઈ પ્રકાશ
એમ દાસ લાભુ ક્હે છે રે, એક શબ્દ નિશાન ધાર્યા...એવી

Evi agam par olkhanu re aapi guru e prem kari 

No comments:

Post a Comment

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...