Thursday, 26 July 2018

સાંઈ મુજા મેરુ રે કરો તો, હમકો ઐસા ગુરુજી મિલત હૈ

નિરખી લવ નેણું માં ભરપુર,
દલડે થી જાણું નહી જરાય દૂર,
સાંઈ મુજા મેરુ રે કરો તો,
હમકો ઐસા ગુરુજી મિલત હૈ...


કોણ તારી વાડી દાતા,કોણ વિસ્તારા,
કોણ રે ડાળી ને કોણ એના મૂળ.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

સત મોરી વાડી દાતા,વચન વિસ્તારા,
દયા રે ડાળી ને ધરમ એના મૂળ.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

પાછા રે પગલા, નહી ભરુ,
પંથ થોડો ને, જાવું ઘણે દૂર.
સાંઈ મુજા મેરુ રે કરો તો...

સાંઈ નાં પ્રતાપે "શેલાણી" બોલ્યા,
આ હીરલો મળ્યો મોંઘેરો મૂલ.
સાંઈ મુજા મેરુ રે કરો તો.


Wednesday, 11 July 2018


યે દુનિયા ગરજ કી દુનિયા હૈ;દુનિયા કા ભરોસા કૌન કરે.

ઉપબાકી હકીકત ઉપબા હૈં; ઉપબા કી તમન્ના કૌન કરે

તું ને દોસ્ત કે દિલ કો તોડ દિયા, આગે યાર સે રિશ્તા જોડ લિયા;
દુશ્મન કી તરહ મુંહ મોડ લિયા, જા તેરી તમન્ના કૌન કરે.


બિમાર-એ- મહોબ્બત કી હાલત નાજુક હૈ,જા જલ્દ લે ખબર;
ક્યૂંકિ બચને કી વજહ હી આશ નહિ, દૂજ તેરે ગુજારા કૌન કરે.

યારોં મેં વફા જો હોતી અગર, ગાતા 'મગન' ક્યું રો રો કર;
યે સબ દોસ્ત હૈ અપને મતલબ કે, દોસ્તોં કા ભરોસા કૌન કરે.
મન ગયો હેરી મારા ચિત ગયો ચોરી રે;
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

વાલા હતાને થયા છે વેરી, પાયા દૂધ દહીં ઉછેરી;
વ્રજનો વિહારી વાલો, થઈ બેઠો મનેરી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી


શું રે કરીએ પહેરી ઓઢી, ગમે ના ગોકુળની શેરી;
ભવન ભયંકર લાગે ને કોટડી અંધેરી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

આ મીઠા મેવા લાગે ખારા, અને નિંદ્રા ન આવે વાલા;
વાલીડા વિનાની હું તો ફરું ઘેલી ઘેલી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી

"જીવણ" આવો એક જ ફેરી, જવા નહીં દઉ તમને લ્હેરી;
દાસ મોહન કહે રાખું મારા રુદિયા માં ઘેરી
નંદનો લાડીલો મારા ચિત ગયો ચોરી


મઢડા વાળી માતાને વંદન અમારા madhada vali maat ne vandan amara

મઢડા વાળી માતાને વંદન અમારા;
નિત્ત ઊઠી પ્રભાતે કરું દર્શન તમારા.

હે..કઠણ કળી કાળમાં છે આશરો તમારો,બાળક જાણીને મને પાર ઉતારો;
અજ્ઞાન રૂપી દૂર કરોને અંધારા,મઢડા વાળી માતાને વંદન અમારા.


હે..આ ભવસાગરમાં હું તો ભૂલો પડ્યો છું, તવ ચરણોમાં હું ખૂબ રડ્યો છું;
હવે આંસુ લૂછીને કાપો કષ્ટ અમારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..ચારણફૂળમાં જન્મ મળ્યો છે, દેવી પુત્રનું બિરુદ ધર્યું છે;
છતાંયે જીવ કરે છે કર્મ નઠારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..શિવશક્તિ નો ઉપાસક છે ચારણ, મદિરામાં મહોબ્બત નું શું છે કારણ;
મદિરા છોડી તમે કર્મ કરો સારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..અમૃત વાણીમાં મા એ આપ્યું છે અમને, તેથી તો પ્રિય લાગે સારા જગને;
વાણી પ્રમાણે હોય વર્તન તમારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે.. ચારણોની સાક્ષી મળે વેદોમાં,ઉપનિષદ રામાયણ ભાગવત શ્લોકોમાં;
ચાર વર્ણમાંથી જણાયે છે બારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..વર્ણાશ્રમ ધર્મમાં તમે જુઓને ચકાસી, બાહ્યણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર ને સંન્યાસી;
દેવ કોટિમાં ખુદ બ્રહ્યા ગણનારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે..જે 'દી નારાયણ નિવાજ્યાં સાંયા ઝૂલા પર, સાંઢણી ભરીને આપી સોનામહોર;
થાળ બનાવી પ્રભુ ચરણે ધરનારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે.. ઇસરદાસજીએ જ્યારે અલખને આરાધ્યા, હરિરસ દેવી આ ગ્રંથો બનાવ્યા;
અમર નામ કરીને ચારણ કુળ તારનારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

હે.. આવા પુરુષો થયા ચારણ જ્ઞાતિમાં, વૈરાગી વચન એના લાગે છાતીમાં;
નિત્ત 'નારાયણ' દેજો દર્શન તમારા,મઢડા વાળી માતાને વંદન અમારા.

madhada vali maat ne vandan amara 

જોલીમાં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર.joli ma hoy jene jagir ene aambe nahi koi amir

જોલીમાં હોય જેને જાગીર, એને આંબે નહીં કોઈ અમીર.
એવી જેની જોલીમાં જાગીર

અલખ ઝોળી ને ખલક ખજાનો, જેના હૈયામાં સાચું હીર;
માણેક મોતી જેવા શબ્દ મુખમાં, નયનોમાં વરસે સાચા નીર
એવી જેની જોલીમાં જાગીર


વેદ વિવેકને રાખી વચનમાં ભાંગે ભવની ભીડ
દુર્ગુણ દાબી પછી સદ્ ગુણ સરજે, ઘરબી હૈયામાં સાચી ધીર
એવી જેની જોલીમાં જાગીર

માયા કાયા નાં પકડી મુદ્દા, જકડીને તોડે ઝંઝીર
ગર્વ ગાળી નવરાવે ગંગાજીમાં, પછી તારે ભવ ગતિ તીર
એવી જેની જોલીમાં જાગીર

પાપીને દ્રષ્ટિથી પાવન કરે, પલમાં સ્થાપે પીર
"નટુદાન" કહે નારાયણ પ્રતાપે, ફેરવે લલાટની લકીર
એવી જેની જોલીમાં જાગીર

joli ma hoy jene jagir ene aambe nahi koi amir

શ્યામ વિના વ્રજ સૂનું લાગે Shyam Vina vraj sunu lage

શ્યામ વિના વ્રજ સૂનું લાગે, ઓધવ હમકો ન ભાવે રે

વિકટ દિસે યમુના કિનારો,
વસમો લાગે વનરાવન સારો;
અતિ તલખે આ જીવ અમારો, મોહન કૌન મિલાવે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે, ઓધવ હમકો ન ભાવે રે

ચિત હમારો ગયો ચુરા કે,
મોહન મીઠી વેણુ બજાકે;
પહેલે હમસે પ્રીત લગાકે, રઝળતી મેલી વ્હાલે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે

હાલ હમારા શ્રીકૃષ્ણ કો કીજે,
યાદવરાય કો સંદેશો દીજે;
હમ રંક પર રીસ ન કીજે, કરુણા સિંધુ કહાવે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે

રોવન લાગી વ્રજ કી નારી,
સકલ જગત કે કાજ બિસારી;
હાર્યો પ્રભુ કે ચરણ બલિહારી, દિલ મેં ધ્યાન લગાવે રે
શ્યામ વિના વ્રજ સૂનું લાગે

vikat diye yamuna kinaro
vasmo lage vanravan saro

Shyam Vina vraj sunu lage

મેં પ્રભુના કાર્યને કદી, પલટાતાં જોયા નથી Me Prabhuna kary ne kadi paltata joya nathi

મેં પ્રભુના કાર્યને કદી, પલટાતાં જોયા નથી;
આંસુઓને આંખમાં પાછા જતાં જોયા નથી.

ખરતા નિહાળ્યા છે મેં ઘણા આ ગગનથી તારાઓ;
પણ ચાંદ-સૂરજને કદી, ખરી જતાં જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી


દોષ ન દે માનવી, વાતા વિશ્વના વાયુને;
જળચરોને જળ મહીં, રૂંધાતા કદી જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી

સાધનાઓ ખૂબ કીધી, "નાઝીર" મેં આ વિશ્વમાં;
માનવીને મેં કદી પ્રભુ થતાં જોયા નથી.
મેં પ્રભુના કાર્યને કદી પલટાતાં જોયા નથી.

Me Prabhuna kary ne kadi paltata joya nathi



Friday, 6 July 2018

ઈસ તન ધનકી કોન બરાઈ Is tan dhan ki kon barai

ઈસ તન ધનકી કોન બરાઈ.

ઈસ તન ધનકી કોન બરાઈ, 
દેખત નયનમેં મટ્ટી મિલાઈ…

હાડ જલે જૈસી લકડેકી મોલી, 
બાલ જલે જૈસી ઘાસકી પોલી… ।। ૧ ।।
ઈસ તન ધનકી કોન બરાઈ

અપને ખાતર મહેલ બનાયા, 
આપહી જાકર જંગલ સોયા… ।। ૨ ।।
ઈસ તન ધનકી કોન બરાઈ

કહત કબીરા સુનો ભાઈ સાધુ, 
આપ મુવે પીછે ડૂબ ગઈ દુનિયા… ।। ૩ ।।
ઈસ તન ધનકી કોન બરાઈ


Is tan dhan ki kon barai
dekhat naino me miti milai
Gujarati Bhajan, Santvani, gujrati bhajan, Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics, kabir Bhajan, Gangasati, Panbai, Mirabai, Narsinh maheta , daas satar, nazir gazal, Mariz gazal , Befam gazal


મોરી ચુનરીમેં પરિ ગયો દાગ પિયા Mori chunari me pari gayo daag piya

મોરી ચુનરીમેં પરિ ગયો દાગ પિયા.
મોરી ચુનરીમેં પરિ ગયો દાગ પિયા… ।।
પાંચ તત્વકી બની ચુનરિયા, સોરહસૈ બંદ લાગે જિયા… ।। ૧ ।।
યહ ચુનરી મૈકે સે આઈ, સસુરેમેં મનુવા ખોય દિયા… ।। ૨ ।।
મલિ મલિ ધોઈ દાગ ન છૂટૈ, જ્ઞાનકા સાબુન લાય પિયા… ।। ૩ ।।
કહૈ કબીર દાગ તબ છટિહૈં, જબ સાહેબ અપનાય લિયા… ।। ૪ ।।

Mori chunari me pari gayo daag piya
Gujarati Bhajan, Santvani, gujrati bhajan, Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics, kabir Bhajan, Gangasati, Panbai, Mirabai, Narsinh maheta , daas satar, nazir gazal, Mariz gazal , Befam gazal



સુમિરન કરિ લે મેરે મના Sumiran kari le meru mana

સુમિરન કરિ લે મેરે મના, તેરી બીતી ઉમર હરિનામ બિના… ।।

હસ્તિ દંત બિનુ, પંછી પંખ બિનુ, નારી પુરૂષ બિના,

વૈશ્યા પુત્ર પિતા બિનુ હોતા, વૈસે પ્રાણી જ્ઞાન બિના… ।। ૧ ।।

દેહ નૈન બિનુ, રૈન ચન્દ બિનુ, મન્દિર દીપ બિના,

જૈસે તરૂવર ફલ બિન હીના, વૈસે પ્રાણી જ્ઞાન બિના… ।। ૨ ।।

કૂપ નીર બિનુ, ધનુ ક્ષીર બિનુ, ધરતી મેહ બિના,

જૈસે પંડિત વેદ બિનુ હીના, વૈસે પ્રાણી જ્ઞાન બિના… ।। ૩ ।।

કામ ક્રોધ ઔર લોભ મોહ સબ, તૃષ્ણા ત્યાગૈ સંતજના,


કહહિં કબીર એક ગુરૂ કે શરણ બિનુ, કોઈ નહિં જગમેં અપના… ।। ૪ ।।

Sumiran kari le meru mana, teri biti umar harinaam bina
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
nazir gazal, Mariz gazal , Befam gazal

Thursday, 5 July 2018

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો Tame shyam thai ne funko mane vansali banavo

તમે શ્યામ થઈને ફૂંકો મને વાંસળી બનાવો
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.
પછી આભ થઈને વ્યાપો મને વાદળી બનાવો
તમે પર્વતો ઊઠાવો કે પછી કોઈ રથ બચાવો
મને ભાર કંઈ ન લાગે ભલે આંગળી બનાવો.
તમે આંખમાં વસો છો તમે શ્વાસમાં શ્વસો છો
અમે તોય તમને જોશું ભલે આંધળી બનાવો
ભલે અંગથી છૂટીશું, પણ સંગ યાદ રહેશે
તમે સાપ-રૂપ લો તો, મને કાંચળી બનાવો.

Tame shyam thai ne funko mane vansali banavo 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
nazir gazal, Mariz gazal , Befam gazal

પાખંડવાળા પુજાણા સાચા જતી સતી સંઘરાણા

પાખંડવાળા પુજાણા સાચા જતી સતી સંઘરાણા,
જગતમાં પાખંડવાળા પુજાણા.

ડાકલા વાગેને હાકલા મારી ભુવો ઘેર ઘેર જોતો દાણા,
પોતાના પંડમાં મેલડી બિરાજેને ધૂણીને કરે છે ધમસાણા.
જગતમાં પાખંડવાળા પુજાણા.
પાખંડવાળા પુજાણા સાચા જતી સતી સંઘરાણા,
જગતમાં પાખંડવાળા પુજાણા.

ભગત થાયને ભજન ગાયા એના ભેદ ન સમજાણા.
ભગતિ ભજનમાં ભડકો મેલીને મુક્યા સંઘરવા નાણા.
જગતમાં પાખંડવાળા પુજાણા
પાખંડવાળા પુજાણા સાચા જતી સતી સંઘરાણા,
જગતમાં પાખંડવાળા પુજાણા

મંદિર બાંધીને માયા વધારી તેને લઈ જશે જમરાળા,
કડવો ભગત કહે તેને ઊંડા દાટીને માથે મુકજો મોટા પાણા. જગતમાં પાખંડવાળા પુજાણા..
પાખંડવાળા પુજાણા સાચા જતી સતી સંઘરાણા,
જગતમાં પાખંડવાળા પુજાણા
3
pakhand vala pujana sacha jati sati sangharana

એક લખું છું કહાણી કરુણા આંસું આંખલડીમાં આણી Ek lakhu kahani karuna

એક લખું છું કહાણી કરુણા,
એક લખું છું કહાણી
આંસું આંખલડીમાં આણી...

સુંદર તટની હતી સરિતા જ્યાં વહેતા ખળખળ પાણી,
જુગલ વસે ત્યાં ખગની જોડી સારસ-સારસી રાણી
આંસું આંખલડીમાં આણી...


પંખી બંનેને પ્રેમ ઘણેરો એને વર્ણવી શકે નહિ વાણી,
દેહ જુદા એનો, જીવડો એક જેમ વેલ તરૂ ને વીંટાણી
આંસું આંખલડીમાં આણી...

માદા હતી તેણે ઈંડા મૂક્યાં ને હૈયે અતિ હરખાણી,
પંખી ઊડ્યો એના પોષણ કાજે ઉરમાં શાંતિ આણી...
આંસું આંખલડીમાં આણી...

ચારો લઈને સારસ ચાલ્યો ત્યાં તો મોતની નાળ મંડાણી,
પારાધીએ એક તીર ફેંક્યું જ્યાં ચીસ્કારી સંભળાણી
આંસું આંખલડીમાં આણી...

કકળી ઊઠી ત્યારે કામની હૃદયની ગતિ વિંધાણી,
પિયુ પિયુ કર્યાં પૂકારો એણે ત્યાંતો એની આત્મ જ્યોત ઓલાણી
આંસું આંખલડીમાં આણી...

કઠણ હૃદયની કેવી રે વિધાતા, એની કલમ ન કાં અટકાણી,
કાન કહે ઈંડાનું શું થયું હશે એની કથી શકું ન કહાણી
આંસું આંખલડીમાં આણી...

Ek lakhu kahani karuna aansu aankhaladi ma aani

દાસી ને તેડી જાજો તમારા દેશમાં Dasi ne tedi jajo tamara desh ma

દેશમાં રે દેશમાં
દાસી ને તેડી જાજો તમારા દેશમાં
દેશમાં રે દેશમાં
ધોળુડા વસ્ત્રો મારે અંગ રે વિરાજે
મારે ફરવું કાપડીઓના વેશમાં
વેશમાં રે વેશમાં
ખલકોને ટોપી મારે અંગ રે વિરાજે
મારે ફરવું અતિતોના વેશમાં
વેશમાં રે વેશમાં
લીલુડાં વસ્ત્રો મારે અંગ રે વિરાજે
મારે ફરવું અતિતોના વેશમાં
વેશમાં રે વેશમાં ફકિરોના
અપરાધી જીવડો તારે આશરે આવ્યો રે
લાખો ગુનહા સામે જોશ મા
જોશમા રે જોશમા
દાસી જીવણ કે સંત ભીમ કેરાં શરણાં
મારે રેવું સદા બાવાવેશમાં
વેશમાં રે વેશમાં

desh ma  Dasi ne tedi jajo tamara desh ma 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan
nazir gazal

Wednesday, 4 July 2018

દિવસો જુદાઈ ના જાય છે Divaso judai na jaay chhe e jashe jarur milan sudhi

દિવસો જુદાઈ ના જાય છે, એ જશે જરુર મિલન સુધી,
મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી
ના ધરા સુધી, ના ગગન સુધી, નહિ ઊન્નતિ, ના પતન સુધી
અહિં આપણે તો જવું હતું, ફક્ત એક-મેક ના મન સુધી..
છે અજબ પ્રકારની ઝિંદગી, કહો એને પ્યારની ઝિંદગી,...
ના રહી શકાય જીવ્યા વિના, ના ટકી શકાય જીવન સુધી
તમે રાંકના છો રતન સમા, ન મળો અશ્રુઓ ધુળ માં,
જો અરજ કબૂલ હો આટલી, તો હ્રદયથી જાઓ નયન સુધી..
તમે રાજ-રાણી ના ચીર સમ, અમે રંક નારની ચૂંદડી,
તમે બે ઘડી રહો અંગ પર, અમે સાથ દઈયે કફન સુધી...
જો હ્રદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ ક્રુપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગન સુધી


Divaso judai na jaay chhe e jashe jarur milan sudhi
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan
nazir gazal

ભૂલાતી નથી એ સુખી જિંદગીને Bhulati nathi aa sukhi jindagi ne

ભૂલાતી નથી એ સુખી જિંદગીને,
હંમેશા હતી જ્યાં ખુશી જિંદગીને.
સુખી જિંદગી બાળપણમાં ગુજારી,
જુવાનીએ કીધી દુ:ખી જિંદગીને.

ચડી ષડ રિપુને છંદે જુવાની,
બગાડે ઉમંગો ભરી જિંદગીને.
મળે વૃદ્ધપણું ત્યારે પસ્તાવો થાયે,
દુઃખોમાં ગુજારે રડી જિંદગીને.

આ અવનીમાં ઉત્તમ મનુષ્ય દેહ પામી,
કુમાર્ગે ચડી વેડફી જિંદગીને.
કહે જીવ અજ્ઞાનમાં ભાન ભૂલી,
હજી હું સમજતો નથી જિંદગીને.

વિચારીને જો જિંદગી બંદગી છે,
મૂરખ તું સમજતો નથી જિંદગીને.
કર સત સમાગમ તારું જીવન સુધરશે,
દુઆઓ મળે છે ભલી જિંદગીને.

કીધો બોલ "સત્તાર શાહ" સદગુરુ એ,
કૃપા મુજ પ્રભુની મળી જિંદગીને.

Bhulati nathi aa sukhi jindagi ne 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan
nazir gazal

સબ તીરથ કર આઈ તુંબડીયાં Sab tirath kar aai tumbadiya

સબ તીરથ કર આઈ તુંબડીયાં…
સબ તીરથ કર આઈ
ગંગા નાઈ ગોમતિ નાઈ
અડસઠ તીરથ ધાઈ
નિત નિત ઉઠ મંદિરમેં આઈ
તો ભી ન ગઈ કડવાઇ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....

સત્ ગુરુ સંકટે નજર ચડી જબ
અપને પાસ મંગાઈ
કાટ-કૂટ કર સાફ બનાઈ
અંદર રાખ મિલાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....

રાખ મિલાકર પાક બનાઈ
તબ તો ગઈ કડવાઈ
અર્મૃત જલ ભર લાઈ
સંતન કે મન ભાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ....

યે બાતા સબ સત્ય સુનાઈ જુઠ્ઠ નહિ હૈ મેરે ભાઈ
દાસ સતાર તુંબડીયાં ફિર તો
કરતી ફીરે ઠકુરાઈ
તુંબડીયાં સબ તીરથ કર આઈ


Sab tirath kar aai tumbadiya 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan
nazir gazal

તરણા થી તરી જનાર કદી તરણાઓ સહારા હોય નહિ Tarna thi tari janara

તરણા થી તરી જનાર કદી તરણાઓ સહારા હોય નહિ
આ તો એનું કૃપા છે નહિ તો મઝધારે કિનારા હોય નહિ

- તમે રૂપ ને ઢાંકી દેતા એ જુલ્ફ ને સરકાવી દો
જોવા દો બરાબર ધરતી પર ચાંદ સિતારા હોય નહિ 

-જુલ્મો ની શિકાયત કરવાને હું આપ કને ના આવ્યો છો
કિન્તુ એ કહેવા આવ્યો છુ આ ખ્યાલ તમારા હોય નહિ

- જો જુલ્મો કરો તો એવા કરો ના થાય પછતાવો કદી
આ જીણી જીણી વાતો માં કે અશ્રુધારા હોય નહિ 

- આરામ જરા લેવા બેઠો ' નજીર' તો દિશાઓ ગુંજી ઉઠી
મંજિલ ના પ્રવાસે જનારા,, રસ્તા માં ઉતારા હોય નહિ

Tarna thi tari janara 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan
nazir gazal

હમ પરદેશી પંછી મુસાફીર Ham pardeshi panchhi musafir aaye the sahelani ji

હમ પરદેશી પંછી મુસાફીર આયે હે સહેલાણી
રેવું તમારી આ નગરી મા જબ લગ હે દાના પાણી
હમ પરદેશી પંછી મુસાફીર

ખેલકર ખેલકરી લે એ ખેલ ચોગાની
આ અવસર ફેર નહી આવે ફેર મીલન કો નાહીં
હમ પરદેશી પંછી મુસાફીર

ચેતન હોકર ચેતજો ભાઇ નહીંતર હૈ હેરાની
દેખો દુનિયા યું ચલી જાવે જૈસે નદીયાં કા પાની
હમ પરદેશી પંછી મુસાફીર

પરદેશી ની પ્રીતડી માહેં ડુબ ગઈ જિંદગાની
કહા સુના માફ કરના રખના મહેરબાની
હમ પરદેશી પંછી મુસાફીર

મનુષ્ય દેહ મહા પદારથ હે પારસ કી ખાણી
કહત કબીર સુનો ભાઈ સાધુ સંત વિરલા એ જાણી
હમ પરદેશી પંછી મુસાફીર


Ham pardeshi panchhi musafir aaye the sahelani ji
revu tamari aa nagari ma jab lag ho dana pani ji 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan

યહી વફા કા સીલા હૈ તો કોઇ બાત નહી Yahi vafa ka sila hai to koi baat nahi

યહી વફા કા સીલા હૈ તો કોઇ બાત નહી
યે દર્દ તુમને દિયા હૈ તો કોઇ બાત નહી

યહી બહોત હૈ કી તુમ દેખતે હો સાહિલ સે
સફીના ડુબ રહા હૈ તો કોઇ બાત નહી

કિસે મઝાલ હૈ કહે કોઇ મુજકો દિવાના
અગર યે તુમને કહા હૈ તો કોઇ બાત નહી

યે ફિક્ર હૈ કિ કહી તુમ ભી ન સાથ છોડ ચલો
જહાઁ ને છોડ દિયા હૈ તો કોઇ બાત નહી

જો આને વાલા હૈ કલ ઉસકો કિસ ને દેખા હૈ
વો આજ હમસે જુદા હૈ તો કોઇ બાત નહી


Yahi vafa ka sila hai to koi baat nahi
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી Pagal thi karvo pyar tamaru gaju nathi

પાગલ થી કરવો પ્યાર તમારુ ગજુ નથી....
જીવન થશે ખુંવાર તમારુ ગજુ નથી...

તજવા તમારા દ્વાર તમારુ ગજુ નથી..
તે તલવાર કેરી ધાર તમારુ ગજુ નથી.

એ તો અમે તજી ને ધરા આવીયે ગગન...
થાવુ એ હદ ની બહાર તમારુ ગજુ નથી...

રે વા દે ભલા પક્ષ લેવો અમારો.
કે દુશ્મન થાશે હજાર તમારુ ગજુ નથી...

"નાઝીર" ની જેમ હસ્તી નહી મિટાવી શકો.
કરશો નહી કરાર તમારુ ગજુ નથી ...
 પાગલ થી કરવો પ્યાર..

Pagal thi karvo pyar tamaru gaju nathi
jivan thase khuvar tamaru gaju nathi
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ Haji kaasam tari vijli re madh dariye veran thai

હાજી કાસમ, તારી વીજળીરે મધદરિયે વેરણ થઇ
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ
ભુજ અંજારની જાનું રે જૂતી, જાય છે મુંબઇ શે’ર
દેશ પરદેશી માનવી આવ્યાં, જાય છે મુંબઇ શે’ર
દશ બજે તો ટિકટું લીધી, જાય છે મુંબઇ શે’ર
તેર તેર જાનું સામટી જૂતી, બેઠા કેસરિયા વર
ચૌદ વીશું માંય શેઠિયા બેઠા, છોકરાંઓનો નહીં પાર
અગિયાર બજે આગબોટ હાંકી, જાય છે મુંબઇ શે’ર
બાર બજે તો બરોબર ચડિયાં, જાયછે મુંબઇ શે’ર
ઓતર દખણના વાયરા વાયા, વાયરે ડોલ્યાં વા’ણ[૪]
મોટા સાહેબની આગબોટું મળિયું, વીજને પાછી વાળ્ય
જહાજ તું તારું પાછું વાળ્ય રે માલમ આભે ધડાકા થાય
પાછી વાળું, મારી ભોમકા લાજે, અલ્લા માથે એમાન[૫]
આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા, વીજને પાછી વાળ્ય
મધદરિયામાં મામલા મચે, વીજળી વેરણ થાય
ચહમાંમાંડીને માલમી જોવે, પાણીનો ના’વે પાર
કાચને કુંપે કાગદ લખે, મોકલે મુંબઇ શે’ર
હિન્દુ મુસલમીન માનતા માને પાંચમે ભાગે રાજ
પાંચ લેતાં તું પાંચસે લેજે, સારું જમાડું શે’ર
ફટ ભૂંડી તું વીજળી મારાં, તેરસો માણસ જાય
વીજળી કે મારો વાંક નૈ, વીરા,લખિયલ છઠ્ઠીના લેખ
તેરસો માણસ સામટાં બૂડ્યાં, ને બૂડ્યા કેસરિયા વર
ચૂડી એ કોઠે દીવા જલે ને, જુએ જાનું કેરી વાટ
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ, ખોબલે વેં’ચાય ખાંડ
ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે, જુએ જાનુંની વાટ
સોળસેં કન્યા ડુંગરે ચડી, જુએ જાનુંની વાટ
દેશ,દેશથી કંઈ તાર વછૂટ્યા, વીજળી બૂડી જાય
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે, ઘર ઘર રોણાં થાય
પીઠી ભરી તો લાડડી રુએ, માંડવે ઊઠી આગ
સગું રુએ એનું સાગવી રુએ, બેની રુએ બાર માસ
મોટાસાહેબે આગબોટું હાંકી, પાણીનો ના’વે પાર
મોટા સાહેબે તાગ જ લીધા, પાણીનો ના’વે પાર
સાબ, મઢ્યમ બે દરિયો ડોળે,પાણીનો ના’વે તાગ
હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ

Haji kaasam tari vijli re madh dariye veran thai

Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan

દરદ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે Dard je hoy chhe dil ma e aavi bahar bole chhhe

દરદ જે હોય છે દિલમાં એ આવી બહાર બોલે છે,
રહે છે મૌન જો આંખો તો આંસુધાર બોલે છે.

ખફા થાશો નહીં આ તો તમારો પ્યાર બોલે છે,
નથી હું બોલતો મારા બધા અણસાર બોલે છે.


પછી ખોટું બહાનું કાઢવાની શી જરૂરત છે ?
તમે મૌજુદ છો ઘરમાં દરો દીવાર બોલે છે.

તમારી યાદ આવે છે મનોમન વાત થાયે છે,
હું સાંભળતો રહું છું ને હ્ર્દય ધબકાર બોલે છે.

ફકીરી હાલ જોઈને પરખ કરજો નહીં'નાઝિર!'
જે સારા હોય છે એના તો સૌ સંસ્કાર બોલે છે.છે. ....

Dard je hoy chhe dil ma e aavi bahar bole chhhe 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan
Nazir Gazal

નેણાં રે ઠર્યાં છે તમને જોઇને Nena re tharya chhe tamne joine

નેણાં રે ઠર્યાં છે તમને જોઇને,
છબીલા કાના...ઓ કાના 
નેણાં રે ઠર્યાં છે તમને જોઇને

જેદીનાં તમે રે ગયા છો કહીને,
તે દિન વિત્યા છે મુજ રોઇ-રોઇ ને...
છબીલા કાના...

આવી લોક-લજ્જા મેલી મેં તો
રહી છું મોહન તમને મોહીને...
છબીલા કાના...

બાઇ મીરાં ગાવે પ્રભુ ગિરીધરનાં ગુણ​,
રહી છું ચરણ ચિત પ્રોઇને...
છબીલા કાના...

Nena re tharya chhe tamne joine 
Chhabila kana 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics, 
Gujarati Gazal, Gujarati Ghazal Lyrics, Gujarati Santvani, Gujrati bhajan lyrics
Mirabai bhajan, Kabir saheb bhajan, Gangasati Bhajan, Panbai Bhajan, Satar saheb Bhajan

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે Kanji tari ma kaheshe pan ame kanudo kaheshu re

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…
કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…

Kanji tari ma kaheshe pan ame kanudo kaheshu re

બદલાઈ બહું ગયો છું તમને મળ્યાં પછી badlai bahu gayo chhu tamne malya pachhi

બદલાઈ બહું ગયો છું તમને મળ્યાં પછી .
મારૉ મટી ગયો છું એ તમને મળ્યાં પછી....
બદલાઈ બહું.....

મારું હતુ શું નામ આમાથી કૉઈ તૉ મને કહૉ ,
એ પણ ભુલી ગયો છું એ તમને મળ્યા પછી....
બદલાઈ બહું.....

શાણા થવાનૉ સ્વાદ કદાપી મળ્યૉ નથી ,
સારા થવાનૉ લાભ કદાપી મળ્યૉ નથી ,
પાગલ બની ગયો છું એ તમને મળ્યા પછી....
બદલાઈ બહું

badlai bahu gayo chhu tamne malya pachhi
maro mati gayo chhu tamne malya pachhi

Gujarati Ghazal, Gujarati gazal, Lyrics, Gujarati santvani, Gujrati bhajan lyrics

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો Bhatkela man ni bavaji bhulu sudharo

ભટકેલા મનની બાવા ભૂલું સુધારો
સમજણ ને સોટે અમને દેજો સતગુરુજી
શરણો માં લેજો, શરણો માં લેજો

કાયાનાં દેવળ અમને લાગે છે કાચા
દોયલી વેળાયે દરશન દેજો સતગુરૂજી.....૨

આવન જાવનની બાવા ગલીયું છે વાંકી 
સમરણની સુધદાતા દેજો
સતગુરુજી....૩

મરણ તીથીનો બાવા મહીમાં છે મોટો
અવસર વેળાએ આડા રેજો
સતગુરૂજી....૪

કરૂણાના સ્વામી તમને દુનીયાં સૌ કે’છે
બ્રદને સંભારી બેલે રેજો
સતગુરુજી....૫

છોડીને જાસો તો તો શોભે નહી સ્વામી
નવખંડમાં લાજે તમારો નેજો
સતગુરૂજી....૬

"સવો" કહે સ્વામી અમમાં સર્વે છે ખામી
અવગુણ નવ જોશો અંતરજામી...૭

Bhatkela man ni bavaji bhulu sudharo
samjan na santhe amne dejo sadguru ji amne sharano ma lejo

અજરા કાંઈ જરીયા ન જાય Ajara kaai jariya n jaay

અજરા કાંઈ જરીયા ન જાય
એ જી વીરા મારા
અજરા કાંઈ જરીયા ન જાય
ધીમે રે ધીમેં રે તમે સાધ પિયો રે હાં


તન ઘોડો મન અસવાર
તમે જરણા ના જિન ધરો ને જી

શીલ બરછી સત હથિયાર
તમે માયલા સે જુદ્ધ કરો ને હાં

કળજુગ કાંટા કેરી વાડય
તમે જોઈ જોઈ ને પાંઉ ધારો ને હાં

ચડવું મેર અસમાન
ત્યાં આડા અવળા વાંક ઘણા છે હાં

બોલિયાં કાંઈ ધ્રુવ ને પ્રહલાદ
તમે અજંપાના જાપ જપોને હાં

Ajara kaai jariya n jaay
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

પલ ઘડી રેજો મારી પાસ જાડેજા એવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે

પલ ઘડી રેજો મારી પાસ જાડેજા
પલ ઘડી રેજો મારી પાસ
એવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે જી.....
તમને કહું મારા દિલડાની વાત જાડેજા
તમને કહું મારા દિલડાની વાત
એવી કરી લ્યો ભલાયું થોડું જીવવું રે જી.....
સાધુ આવે લખ ચાર જાડેજા
એમાં રે સાયબો રે મારો આવશે રે જી................એવી કરી લ્યો ભલાયું
તારા સાયબા ના કેવા એંધાણ સતી તોરલ
તમે કયોને કેવા એંધાણે એને ઓળખીએ રે જી.............એવી કરી લ્યો ભલાયું
સર્વે સાધુને ભગવો ભેખ જેસલજી
મારા સાયબા ને માથે પીળી પાઘડી રે જી............એવી કરી લ્યો ભલાયું
રોઝા ચરે લખ ચાર જાડેજા
એમાં રે સાયબો રે મારો આવશે રે જી.............એવી કરી લ્યો ભલાયું
સર્વે રોઝા ને મુખે ઘાંસ જાડેજા
મારા સાયબા ને મુખે કાજુ કેવડો રે જી.............એવી કરી લ્યો ભલાયું
હરણાં ચરે લખ ચાર જાડેજા
એમાં રે સાયબો રે મારો આવશે રે જી..........એવી કરી લ્યો ભલાયું
સર્વે હરણાં ને માથે શીંગ જાડેજા
મારા સાયબા ને માથે સોનેરી શીગડી રે જી............એવી કરી લ્યો ભલાયું
બોલ્યા તોરલ નાર જાડેજા
મારા સાધુડા અમરાપુરમાં માલશે રે.........એવી કરી લ્યો ભલાયું

pal ghadi rejo mari paas re jadeja
evi kari lyo bhalayu thodu jivavu re

અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મોરારી રે Aparmpar prabhu avgun mora maf karo ne morari re

અપરંપાર પ્રભુ અવગુણ મોરા માફ કરો ને મોરારી રે

દયા ધરમ ની વાત ના જાણું
અધરમ નો હું અધિકારી
પાપી પુરો હું જુઠા બોલો
બહુ નીરખું પરનારી રે
અપરંપાર પ્રભુ....


ભજન થાય ત્યાં નીંદરા આવે
પર નિંદા લાગે પ્યારી
મિથ્યા સુખ મા આનંદ વરતું
એવી કુટીલ કુબુધિ મારી રે
અપરંપાર પ્રભુ....

સાધુ દુભવ્યા બ્રાહ્મણ દુભવ્યા
ભક્ત દુભવ્યા ભારી
માત પિતા બંને ને દુભવ્ય
ા ગરીબી કો દિ ની ગારી રે
અપરંપાર પ્રભુ....

આ ભવ સાગર મહા જળ ભર્યો
ભર્યો છે બહુ ભારી
તુલસીદાસ ગરીબ ની વિનંતી
હવે તો લેજો ઉગારી રે
અપરંપાર પ્રભુ. ...

Aparmpar prabhu avgun mora maf karo ne morari re 

ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો. Gayuna govaliya

ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો...
એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે 
ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો...
ગાયુ ના ગોવાળીયા...

ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા
એ રે ગાયને ભુખી રે લઈ ને આવુ તો 
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો આપસે.
ગાયુ ના ગોવાળીયા...


ગોરલ રે ગાવળીના દુધ અમે ત્રાહળીયુ મા પીધા રે
એના રે વાછરુ ને ભુખ્યા રાખુ તો 
ભરવારણ મુને મારો ઠાકર ઠપકો દેસે રે.
ગાયુ ના ગોવાળીયા...

Gayuna govaliya zat gayu laine aavjo
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

સાધુ વો નર હમ કો ભાવે Sadhu vo nar ham ko bhave

સાધુ વો નર હમ કો ભાવે
દુ:ખ ઔર સુખ મેં આનંદ રહેવે, હરદમ હર ગુણ ગાવે
સાધુ વો હમ કો ભાવે !

પરનારી પરધન કો ત્યાગે, સત કી રોજી ખાવે
તન મન ઔર બચન સે, કોઈ જીવ કો નહીં દુ:ખાવે
સાધુ વો હમ કો ભાવે !

કર સેવા સંસાર ઉનકો, સાચી રાહ દિખાવે
ધર્મ કરતા ધાડ આવે તો, હિંમત હાર ન જાવે
સાધુ વો નર હમ કો ભાવે !

પર દુ:ખભંજન હોકર રહેવે, ગુરુ ગોવિંદ ગુણ ગાવે
દાસ સતાર ગુરુ ગોવિંદ મિલકર, કાલ કો માર હટાવે
સાધુ વો નર હમ કો ભાવે ! —

Sadhu vo nar ham ko bhave 
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

જા જા નીંદરા હું તને વારું ja ja nindara hu tane varu

જા જા નીંદરા ! હું તને વારું
જા જા નીંદરા ! હું તને વારું‚ તું છો નાર ધુતારી રે…

જા જા નીંદરા ! હું તને વારું…
નીંદરા કહે હું નહી રે ધુતારી‚ હું છું શંકર નારી રે‚
પશુ પંખીને સુખડાં આપું‚ દુઃખડા મેલું વિસારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…

એક સમે રામ વનમાં પધાર્યા‚ લખમણને નીંદરા આવી રે‚
સતી સીતાને કલંક લગાવ્યું‚ ભાયુમાં ભ્રાંતું પડાવી રે…
જા જા નીંદરા ! હું તને વારું…

જોગી લુંટયા‚ ભોગી લુંટયા‚ લુંટયા નેજા ધારી રે‚
એકલ શૃંગીને વનમાં લુંટયા‚ નગરના લુંટયા નરનારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…

પહેલા પહોરે રોગી જાગે‚ બીજા પહોરે ભોગી રે‚
ત્રીજા પહોરે તસ્કર જાગે‚ ચોથા પહોરી જોગી રે…
જા જા નીંદરા ! હું તને વારું…

બાર બાર વરસ લખમણે ત્યાગી‚ કુંભકરણે લાડ લડાવ્યાં રે‚
ભલે મળ્યાં મેતા નરસૈંના સ્વામી‚ આશ પુરો મોરારી રે…
જા જા નીંદરા ! હું તને વારું…


ja ja nindara hu tane varu Gujarati Prabhatiya bhajan

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં He ji vhala akhand roji hari na hath ma

હે જી વ્હાલા અખંડ રોજી હરિના હાથમાં‚વાલો મારો જુવે છે વિચારી ;
દેવા રે વાળો નથી દૂબળો‚ ભગવાન નથી રે ભીખારી…
હે જી વ્હાલા…

જળ ને સ્થળ તો અગમ છે‚ અને આ કાયા છે વિનાશી ;
સરવને વાલો મારો આપશે‚ હે જી મનડા તમે રાખો ને વિશવાસી…
હે જી વ્હાલા…

નવ નવ મહિના ઉદર વસ્યાં‚ તે દિ વાલે જળથી જીવાડયાં ;
ઉદર વસ્યાંને હરિ આપતો‚ આપતો સૂતાં ને જગાડી…
હે જી વ્હાલા…


ગરૂડે ચડીને ગોવિંદ આવજો‚ આવજો અંતરજામી ;
ભક્તોના સંકટ તમે કાપજો મહેતા નરસૈંના સ્વામી…
હે જી વ્હાલા… નરસિંહ મહેતા

He ji vhala akhand roji hari na hath ma 

આવી રૂડી અજવાળી રાત Aavi rudi ajvali raat

આવી રૂડી અજવાળી રાત,
રાતે તે રમવા નીસર્યા રે મારા રાજ

હે રમ્યા રમ્યા પૂર બે પૂર,
સાહ્યબોજી તેડાં મોકલે રે મારા રાજ

હે ઘેર આવો ઘર કેરી નાર રે,
અમારે જાવું ચાકરી રે માણા રાજ
હે રે આવો રૂડો સહિયરું નો સાથ,
મેલીને સાહ્યબા નહિ આવું રે માણા રાજ.

હે ગોરી મુને ચડી રીસ રે,
ઘોડે તે પલાણ માંડશું રે માણા રાજ
હેજી રે રૂડી ઝાલશું ઘોડલાની વાઘ,
તમોને જાવા નહિ દઇએ રે માણા રાજ

હે તમારે છે સહિયરુંનો સાથ રે,
એની હારે તમે બોલજો રે માણા રાજ
હેજી રે મારે સાહ્યબા ચૂંદડીની ઓશ,
ચૂંદડી મોંઘા મુલની રે માણા રાજ
હે રીયો રીયો આજોની રાત,
ચૂંદડીને તમે મુલાવો માણા રાજ

Aavi rudi ajvali raat , rate te ramava nisarya re maara raj

ભિક્ષા દેને મૈયા પિંગળા Bhiksha dene re maiya pingala

ભિક્ષા દેને મૈયા પિંગળા,
જોગી ઉભો છે તારે દ્વાર.. મૈયા પિંગળા..
ભેખ રે ઉતારો રાજા ભરથરી,
હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી..


કેમ રે જોવાશે ભેખ તમારો,
ખાવું ઝેર કટાર,
કેસર ચંદન છોડીને આવ્યા
ધર્મોના ભભૂત અવતાર.. રાજા ભરથરી..

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થતું,
કરનારો કિરતાર
કંચનશી કયા રાખ થવાની
શોભે નહીં શણગાર.. મૈયા પિંગળા..

રંગ રેલાવો રાજા રણ મહેલમાં
રળવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર.. રાજા ભરથરી..

જંગલના જોગી તો જંગલમાં ભટકે,
શોભે નહીં સંસાર
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થવા ભવસાગર પર.. મૈયા પિંગળા..

Bhiksha dene re maiya pingal jogi ubho chhe tare dwar
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

તમે ભાવે ભાજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું Tame Bhave Bhaji lyo bhagvan jivan thodu rahyu

તમે ભાવે ભાજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું
કંઈક આત્મા નું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું

એનો દીધેલો કોલ મોહમાં ઘેલા થયા
જુઠી માયાન મોહમાં ઘેલા થયા
ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન...જીવન


બાળપણ ની જુવાની માખ અડધું ગયું
નહિ ભક્તિ ના માર્ગમાં ડગલું ભર્યું
હવે બાકી છે તેમાં દ્યો ધ્યાન ...જીવન

પછી ડહાણમાં ગોવિંદ ભજાશે નહિ
લોભ વૈકુંઠ માં ધન ને ત્યાજ્શો નહિ
બનો આજ થી પ્રભુમાં મસ્તાન ...જીવન

જરા ચેતીને ભક્તિનું ભાથું ભર રો
કંઇક ડરતો પ્રભુજી નો દિલ માં ધરો
છીએ થોડા દિવસના મહેમાન ...જીવન

બધા આળશમાં આમ દિન વીતી જશે
પછી ઓચિંતું જમણું તેડું થશે
નહિ ચાલે તમારું તોફાન ...જીવન

એ જ કહેવું આ બાળક નું દિલ ધરો
ચિત્ત રાખો પ્રભુજી ને ભાવે ભજો
ઝીલો ઝીલો ભક્તિ નું સુકાન ...જીવન

Tame Bhave Bhaji lyo bhagvan jivan thodu rahyu
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

કાનુડો શું જાણે મારી પીડ kanudo shu jaane mari pid

કાનુડો શું જાણે મારી પીડ?
બાઈ અમે બાળ કુંવારા રે.
કાનુડો શું જાણે..
જળ રે જમુનાના અમે ભરવાને ગ્યા’તા વાલા,
કાનુડે ઉડાડયા આછાં નીર, ઉડયા ફરરર રે.
કાનુડો શું જાણે..


વૃંદા રે વનમાં વા’લે રાસ રચ્યાં છે,
સોળસે ગોપીના તાણ્યા ચીર, ફાટ્યાં ચરરર રે.
કાનુડો શું જાણે..

જમુનાને કાંઠે વા’લો ગોધણ ચારે રે,
વાંસળી વગાડી ભાગ્ય ઢોર, ભાગ્યાં હરરર રે.
કાનુડો શું જાણે..

હું વરણાગી કાના તમારા રે નામની રે,
કાનુડે માર્યાં છે અમને તીર, વાગ્યાં અરરર રે.
કાનુડો શું જાણે..

બાઈ મીરાં કે પ્રભુ ગીરીધર નાગર,
કાનુડે બાળીને કીધા ખાક, રાખ ઉડી ખરરર રે.
કાનુડો શું જાણે.

kanudo shu jaane mari pid bai ame baal kuvara re
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

હરી હરી તે વન નો મોરલો ગિરધારી રે Hari Hari te van no morlo girdhari re

હરી હરી તે વન નો મોરલો ગિરધારી રે
રાણી રાધા ધાલાક્તી ઢેલ જીવન વારી રે

મોટા મોટા સંખલપુર ગામડા ગિરધારી રે
મોટા મોટા બહુચર મન નામ રે ...ગિરધારી રે


મોટા મોટા ચોટીલા કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ચામુંડા માના નામ રે ...ગિરધારી રે

મોટા મોટા માટેલ કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ખોડીયાર માના નામ રે ...ગિરધારી રે

મોટા મોટા પાવાગઢ ગામડા ગિરધારી રે
મોટા મોટા કાલિકા માના નામ રે ...ગિરધારી રે

મોટા મોટા ચોરવાડ કેરા ગામડા ગિરધારી રે
મોટા મોટા ભવાની માના નામ રે ...ગિરધારી ર

Hari Hari te van no morlo girdhari re

જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે janam Je sant ne aape janeta ej kahevaye

જનમ જે સંત ને આપે જનેતા એજ કહેવાયે
અગર શુરો અગર દાતા ગુણો જેના સકળ ગાયે
જનમ જે સંત ને....

ન જનમે વિર કે શુરો ન જનમે સંત ઉપકારી
નકામા ના ભલે જનમે સમજવી વાંજણી નારી
જનમ જે સંત ને....

કર્ણ કુંતા તણો જાયો બન્યા ભગવાન ભિખારી
કસોટી કર્ણ ની કીધી ખરેખર ધન્ય જણનારી
જનમ જે સંત ને....

પીતા ની ટેક ને ખાતીર ના લાગી દેહ પણ પ્યારી
ધન્ય એ બાળ ચૈલયો ધન્ય સંગાવતી માઇ
જનમ જે સંત ને....

નયન થી નીર ટપકે છે પુત્ર નો પ્રેમ નિહાળી
છતાં વૈરાગ પણ દિધો માત મેનાવતી માઇ
જનમ જે સંત ને....

સંનારી હોય તે સમજે હ્રદય ની વાત ને મારી
જનેતા ને ઉદર જન્મયા ક્રિશ્ન ને રામ અવતારી
જનમ જે સંત ને....

જનેતા તોજ તુ જણજે સપુત નર સંત કે શાંણા
ન જનમે ચતુર ચદુ તો ભલે પેટે પળે પાંણા
જનમ જે સંત ને...

janam Je sant ne aape janeta ej kahevaye

કનૈયા જા જા જા કનૈયા જા જા જા ja ja re o krishna kanaiya jaa jaa jaa

કનૈયા જા જા જા કનૈયા જા જા જા
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા.
કનૈયા o

કાનુડાનું માગુ નાખ્યું રાધાજીની સાથે
કાનુડાનું માગુ નાખ્યું રાધાજીની સાથે
રાધાજીના માતા પિતા
રાધાજીના માતા પિતાએ
તરત પાડી નાં ક્યા તારો ઈ કાળીયોને
ક્યા મારી રાધા ?
કનૈયા o

પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા
પછી કાનુડે વેણુ વગાડી ચૌદ ભુવન ગજાવ્યા
રાધાજીના માતા પિતા તો
રાધાજીના માતા પિતા તો
પગે લાગતા આવ્યા
કાનુડાના વિવાહ થયા ને લોકો બોલ્યા વાહ !
કનૈયા જા જા જા કનૈયા જા જા જા
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા
જા જા રે ઓ કિશન કનૈયા જા જા જા
નથી હવે તું નટવર નાનો જલ્દી ડાહ્યો થા.
કનૈયા o


ja ja re o krishna kanaiya jaa jaa jaa
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

હે માનવ વિશ્વાસ કરી લે He manav vishvas kari le

હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવું છું ;
આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું.
વિશ્વ ચરાચર ઉપવન મારું પાણી હું પીવડાવું છું;
સ્વાર્થ ઘેલાની દ્રષ્ટિમાં આમ છતાં ક્યાં આવું છું ?
હે માનવ o

ભિક્ષુક વેશ ધરું છું ત્યારે ઘર ઘર હાથ લંબાવું છું;
માફ કરો એ શબ્દ સાંભળી પારાવાર પસ્તાવું છું.
હે માનવ o

શ્રીમંતોનું સુખ જોઈને આંગણ જોવા આવું છું;
રજા સિવાય અંદર ન આવો એ વાંચીને વયો હું જાઉં છું
હે માનવ o

દીન દુઃખિત પર નફરત દેખી નિત્ય આંસુએ નાઉ છું;
સંતો ભક્તોના અપમાનો જોઈને હું અકળાવું છું.
હે માનવ o

ઓળખનારા ક્યાં છે આજે ? દંભીથી દુભાવું છું;
આપ કવિની ઝુંપડીએ જઈ રામ બની રહી જાઉં છું.
હે માનવ o

manav vishvas kari le Samay Bani samajvu chhu
Gujarati Bhajan Lyrics, Gujarati Santvani Lyrics, Gujrati Bhajan Lyrics

વારી જતાં દિલ ને વારી શક્યો નહીં Vari jata dil ne vari shakyo nahi

વારી જતાં દિલ ને વારી શક્યો નહીં
મરતાં ને મોત માથી ઉગારી શકાયો નહીં
વારી જતાં દિલ ને...

એક ભુલ ને છુપાવા કિધિ હજાર ભુલ
કિંતુ નજીવી ભુલ સુધારી શક્યો નહીં
વારી જતાં દિલ ને...

તારી અગાધ પ્રેમ દેખી લો
ભાણો સર્વદા મારું ભલું બુરું હું વિચારી શક્યો નહીં
વારી જતાં દિલ ને...

નાઝિર કહે મને રહી ગયો રંજ ઉમર ભર
એને ગળે વાત ને ઉતરી શક્યો નહીં
વારી જતાં દિલ ને...

Vari jata dil ne vari shakyo nahi 
marta ne mot mathi ugari shakyo nahi 
Gujarati Bhajan Lyrics, Gujrati Bhajan Lyrics, Gujarati santvani lyrics

બાળપણાની પ્રિતુ ઓધા મહેલે આવો Odha mahele avo balpana ni pritu

બાળપણાની પ્રિતુ રે
મારે પૂર્વ જન્મની પ્રિતુ રે
એ.. ઓધા મહેલે આવો …

જોઈ જોઈને ઓરીએ જાતું
બીબા વિના પડે નહિ ભાતું રે
જોઈ જોઈને ઓરીએ જાતું
બીબા વિના પડે નહિ ભાતું રે
બહાર જીવે આ ભીતું રે .. (૨)
ઓધા .. મહોલે આવો રે …
મારે બાળપણાની પ્રિતુ રે


એ.. દાસી માથે શું છે દાવો
મારે મહોલે ન આવો માવા
આ દાસી માથે શું છે દાવો
મારે મહોલે કીમ ન આવે માવો
શું આવો તે અભાવો રે ઓધા .. (૨)
મહોલે આવો … (૨)
મારે બાળપણાની પ્રિતુ રે

તમ વિના પ્રભુ નથી રહેવાતું
વાલમ આવો તો કરીએ વાતું
તમ વિના એ નથી રહેવાતું
એ.. વાલમ આવો તો કરીએ વાતું રે
આવી છે એકાંતુ ..રે ઓધા
આવી છે એકાંતુ ઓધા રે ઓધા
મોહલે આવો …
બાળપણાની પ્રિતુ મારે

એ દાસી જીવણ ભીમને ભારી
વારણાં લઉં વારમ વારી
દાસી જીવણ ભીમને ભારી
વારણાં લઉં વારી વારી રે
ગરીબી ગવાણી રે ઓધા
ગરીબી ગવાણી રે ઓધા
એ મોહલે આવો …
બાળપણાની પ્રિતુ રે મારે
બાળપણાની પ્રિતુ રે

Odha mahele avo balpana ni pritu 

આવી આવી અલખ જગાયો Avi avi alakh jagayo

આવી આવી અલખ જગાયો ..
એ બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..
જી ..
આવી આવી અલખ જગાયો ..
એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે .. એ ..
જી ..
વાલીડા મારા,
સત્ય કેરી સૂય ને ..
શબ્દોના ધાગા રે … રામ, રામ ..રામ ..
વાલીડા રે મારા, સત્ય કેરી સૂય ને ..
શબ્દોના ધાગા રે.. એ .. જી..
હે… ખલકો રે ખૂબ બનાયો … (૨)જી, જી ..
જી ..
એ.. બેની અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. રામ, રામ .. રામ

આવી આવી અલખ જગાયો ..
એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે ..
એ ..જી …
વાલીડા મારા … હે.. જી..
પેહરણ પીતાંબર ને, .. કેશરિયા વાઘા રે.. હો.. જી..
વાલીડા મારા,
પેહરણ પીતાંબર ને, .. કેશરિયા વાઘા..રે.. રામ, રામ..રામ …
એ .. કેશર ભીનો તિલક લગાયો .. જી..
જી..જી … (૨)
એવો અમારે મહેલે ..
ઊત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે … એ ..
જી..
આવી આવી અલખ જગાયો ..
એ.. બેની અમારે મહેલે ..
ઓત્તર દિશાથી, એક રમતો જોગી
આયો રે.. એ . . જી ..
વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..
આસન વાળ્યા રે… હે.. જી ..
વાલીડા મારા, ભમર ગુફામાં જોગીડે ..
આસન વાળ્યા રે… હો .. જી ..
એ.. અનહદ નાદ બજાયો, જોગીડે .. હે.. જી .. (૨)
એ .. એવા અમારા મહેલે,
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે.. હે..
જી …
વાલીડા રે મારા, હિરે જોગીડા ને ..
જન્મ મરણ ના આવે રે.. હે.. જી …
એ … નહિ રે આયો ને, નહિ જોયો ..
એ.. એવા અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો રે..
રામ, રામ.. રામ …
વાલીડા મારા, ત્રિકમ સાહેબ ..
ખીમ કે રે ચરણે રે… રામ, રામ ..રામ …
એ … હરખ હરખ ગુણ ગાયો ..
એ એવો અમારે મહેલે ..
ઉત્તર દિશાથી, એક રમતો જોગી આયો ને … એ ..
જી …


Avi avi alakh jagayo e beni amare mahele 
uttar disha thi ek ramto jogi aayo re

અલખ કે અમલ પર ચડે યોગી યો કો Alakh ke amal par chade yogiyo ko

અલખ કે અમલ પર ચડે યોગી યો કો
જણાયે તરણ સમ જગત બાદશાહી
અમલ કી વો યારો ખુમારી ન ઉતરે
અદલ શહેનશાહી કો પરવા ન કાઇ

હૈ તૃષ્ણા ભીખારી જો મીલે શહેનશાહી
ન તુટે વહા તક કહા બાદશાહી
હૈ શાહુ કી શાહી અદલ ફકીરાઇ
સર્વે ત્યાગ કે જીસને તૃષ્ણા મીટાઈ
અલખ કે અમલ પર ચડે યોગી

કદમ પર હૈ જુકતી ખલક સારી આઈ
જુઠે રાવરાણા બે તૂલ બાદશાહી
જગત જહાંગીરી હૈ ફીકર જીસને ખાઈ
બનાકે મુકામો સે આશા ઉઠાઇ
અલખ કે અમલ પર ચડે યોગી

ઈધર બાદશાહી ઉન્હે ઉધર બાદશાહી
મીટે ખુફીયારી ઈ રે મુફલી શાહી
ન આના ન જાના મીટી જંજીતાઈ
ફકીરી હૈ એસી અદલ શહેનશાહી
અલખ કે અમલ પર ચડે યોગી

સબ હૈ ઉસી મે ઔર વો હૈ સભી મે
નજર એક દિન નહી દુજે સમાઈ
કહે “ લાલ ” જીસને એ મસ્તી કો પાઈ
અમર તખ્ત પર ગાદી અપની બિછાઇ
અલખ કે અમલ પર ચડે યોગી

Alakh ke amal par chade yogiyo ko janaye taran sam jagat badshahi


હું માંગુ ને તુ આપી દે ઈ મને મંજૂર નથી Hu mangu ne tu aapi de e vaat mane manjur nathi

હું માંગુ ને તુ આપી દે
ઈ મને મંજૂર નથી
બે હાથ ને મારા ફેલાવું તો
તારી ખુદાઈ દુર નથી... હું માંગુ


શા હાલ થયા છે પ્રેમીના
કહેવાની કશીય જરુર નથી
આ હાલ તમારા કહી દેશે
કાં સેથીમાં સિંદુર નથી... હું માંગુ

તુજ જુલ્મો સિતમની વાત સુણી
દીધા છે દિલાસા દુનિયાએ
હું ક્રુર જગતને સમજ્યો
તો પણ તારા જેવો ક્રુર નથી... હું માંગુ

આ આંખ ઉપાડી હોય છતાં
પામે જ નહીં દર્શન તારાં
એ હોય ન હોય બરાબર છે
બેનુર છે એમાં નુર નથી... હું માંગુ

જે દિલમાં દયાને સ્થાન નથી
ત્યાં વાત ન કર દિલ ખોલીને
પાણી વિનાના સાગરની
નાઝિર ને કશી ય જરૂર નથી... હું માંગુ

Hu mangu ne tu aapi de e vaat mane manjur nathi

જટામાં ગંગાજી અટવાણી jata ma ganga ji atvani

અંગે અભિમાન ને આકાશે થી ઉતરી, એ જી પડતાં ધોધમાર પાણી
જટામાં ગંગાજી અટવાણી

અવર નદી સમ એના દિલમાં, જોગીળે મુજને જાણી
ત્રિપુરારી નો ગર્વ ઉતારી, એને પાતાળ લય જાવ તાણી
જટામાં ગંગાજી અટવાણી


અગમ અગોચર જટા વધારી, જુગતી શકે ના કોઈ જાણી
ભગીરથ કારણે જલ્યા શંભુ યે, પડતાં ગંગા ના પાણી
જટા મા ગંગાજી અટવાણી

વિનંતી સાંભળી ભગીરથ કેરી, પાડ્યું બિંદુ એક પાણી
એ બિંદુમાથી ત્રણ ધારા પ્રગટી, ત્રણ નામે ઓળખાણી
જટા મા ગંગાજી અટવાણી

સુરસરીયે શિવજી ને વિનવ્યા, ગાય વિમળ વેદ વાણી
"સામત" શંકરે ગંગા ને રાખ્યાં, કર્યા મુગટ ની રાણી
જટા મા ગંગાજી અટવાણી

Ange abhiman ne aakashe thi utari
eji padta dhodhmar paani
jata ma ganga ji atvani

ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ Guruji navya mara din no nath

ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ‚ આશાયું અમને દઈને રે‚
એમ કહીને ગિયા કીરતાર‚ પાછો ફેરો ન આવ્યા ફરીને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦

ગુરુજી ! જોઉં મારા વા’લાની વાટ‚ જોગણ હવે થઈને રે‚
એમ વન વનમાં ફરું રે ઉદાસ‚ હાથે જંતર લઈને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦

ગુરુજી ! હરિ મારા હૈયા કેરો હાર‚ મેરામણનાં મોતી રે‚
એમ સરવે સજી શણગાર‚ વાટું વહાલા જોતી રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦

ગુરુજી ! શોકું રે તણો સંતાપ‚ કહેજો મારા સઈને રે‚
ગિરધારી ઘેલા રે થયા છો કાન ! ઝાઝો સંગ લઈને રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦

ગુરુજી ! મેલ્યાં મેં તો મા ને બાપ‚ મોહન તારે માટે રે‚
એમ તજીયો સાહેલીનો સાથ‚ શામળીયો શિર સાટે રે…
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦

ગુરુજી ! બોલ્યા રવિ ને ગુરુ ભાણ‚ ત્રીકમ ! અમને તારો રે
પકડો મોરારની બાંય‚ ભવસાગર ઉતારો રે
ગુરુજી ! નાવ્યા મારા દીનનો નાથ…૦

Guruji navya mara din no nath

હાં લાવો રે કૂંચી તો તાળાં ખોલિયે Lavo re kunchi to tala kholiye

લા ખા…! હાં… લાવો… રે… કૂંચી… તો… તાળાં… ખોલિયે…
કૂંચી મારા મેરમ ગુરુ ને હાથ… લા ખા… હાં…
કૂંચિયુ છે માલમ ગુરુજી ને હાથ… ગુરુજી આવે તો તાળાં ઉઘડે…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા…! હાં…! અમ્મર આંબો આયાં રોપિયો‚ એની પાળ્યું રે પોગી છે પિયાળ‚ લા ખા…
હે… શાખું રે સરગાપર પુગિયું‚ એનો વેડનહારો હુશિયાર… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! એ… ખુંદી રે ખમે માતા ધરણી… અને વાઢી રે ખમે વનરાઈ‚ લા ખા…
હે… કઠણ વચન મારાં સાધુડાં ખમે‚ નીર તો સાયરમાં સમાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! એ… સૂરજ સમો નહીં ચાંદલો‚ ધરણી સમો નહીં આભ‚ લા ખા…
હે… ગુરુજી સમો નહીં ચેલકો‚ જેણે મૂળગો ગુમાવ્યો છે લાભ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! દૂધે રે ભરી તલાવડી‚ જેની મોતીડે રે બાંધેલ પાળ… લા ખા…
હે… સુગરા હશે તે એને ચાખશે‚ નુગરા પિયાસા રે જાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! કાશી રે નગરના ઘાટમાં‚ લખ રે આવે ને લખ જાય‚ લા ખા…
હે… સાધુ રે જનનો સંદેશડો‚ ખુલાસે કહ્યો નવ જાય… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! લાખો તો લાખુંમાં મ્હાલતો‚ કરતો હીરા હુંદા મૂલ‚ લાખા…
હે… કરણી ચૂક્યો ને થિયો કોઢિયો‚ ઈ તો થઈ ગ્યો કોડીને તૂલ… લા ખા…
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

લાખા...! હાં…! સોનું રે જાણી ને સેવિયો‚ કરમે નિવડિયું કથીર… લા ખા…
હે… શેલણશીની ચેલી લોયણ બોલિયાં‚ ગુરુ આવ્યે થાશો રે કંચનને તોલ… લા ખા
એ… અબળા લોયણ તમને એમ ભણે હો જી…

ho ji re laakha , Lavo re kunchi to tala kholiye

કે જો રે સંદેશો ઓધા શ્યામને Kejo re sandesho odha shyam ne

કે જો રે સંદેશો ઓધા ! શ્યામને…તમે છો મોયલા આધાર રે‚
નીરખ્યા વિના રે મારા નાથ‚ સૂનો આ લાગે સંસાર રે…
કે જો રે સંદેશો…

દિન દિન દુઃખડાં અતિ ઘણા‚ જોબન વહ્યાં વહ્યાં જાય રે ;
ગોવિંદા વિના રે ઘેલી ગોપીયું‚ અગની કેમ રે ઓલાય રે…
કે જો રે સંદેશો…

રતું રે પલટિયું વનડાં કોળિયા‚ બોલે બાપૈયા રૂડા મોર રે ;
પિયુ પિયુ શબદ સોહામણા‚ ચિત્તડું નો રિયે મારૂં ઠોર રે…
કે જો રે સંદેશો…

જીવન ઓધાજી ! મારું જે થકી‚ અળગા કેમ રે રે વાય રે ;
જળ રે વિછોઈ જેમ માછલી‚ જળમાં રિયે તો સુખ થાય રે…
કે જો રે સંદેશો…

બળેલાંને શું બાળીએ ? કાનજી વિચારો મનડા માંય રે ;
દરદીને દુઃખડાં તું દઈશ મા‚ દરદ સહ્યાં નવ જાય રે…
કે જો રે સંદેશો…

આ રે સંદેશો વ્રજનારનો‚ વાંચીને કરજો વિચાર રે ;
દરશન દેજો મોરારને‚ સાનમાં સમજી લેજો સાર રે…
કે જો રે સંદેશો…

Kejo re sandesho odha shyam ne 
tame chho moyla aadhar re
nirkhya vina re mara nath suno lage aa sansar

પ્રેમ ને વશ થઈ ગ્યા વાલો રાજી Prem ne vash thai gya valo raji

પ્રેમ ને વશ થઈ ગ્યા વાલો રાજી રાજી
શુ કરે પંડિતો ને કાજી રે
પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી

કરમા બાઈ નો આરોગ્યો ખીચડો
વિદુર ની ખાધી વાલે ભાજી રે
હેઠાં બોર વાલે શબરી બાઈ ના ખાંધા
છપ્પન ભોગ મેલ્યા ત્યાગી રે,
પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી


વિદુર ને ધેરે શ્રી કૃષ્ણ પધાર્યા
તે દી કેળા લાવ્યા તા બે માંગી રે
ગર કાઢી ને વાલા ને છાલ ખવરાવી
તોય ના જોયુ વાલે જાગી રે,
પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી

ગુણકા હતી તે પોપટ પઢાવતી
એમાંથી લેહ એને લાગી રે
પ્રભુજી એને સહજમાં મળ્યા
સંસાર મેલ્યો ત્યાગી રે,
પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી

ભક્ત જનો ની નિંદા કરી ને
આખુ જગત બની ગયુ પાજી રે
ભલે ને મળ્યા મહેતા નરસિંહ ના સ્વામી
માટે ગીરીધર રહ્યા કાજી રે,
પ્રેમ ને વશ થઈ ગ્યા રાજી રાજી
Prem ne vash thai gya valo raji raji
shu kare pandito ne kaji

હાલ ને મોગલ બોલ ને મોગલ Hal ne mogal bol ne mogal

હાલ ને મોગલ બોલ ને મોગલ
બાળ બોલાવે તોરાં બાઈ
તરવેડા ની થઈ તૈયારી
માથે ધર ને તું મછરાળી
હાલ ને મોગલ બોલ ને મોગલ...
માંડલીકે મર્યાદા મુકી મોણીયા
સામી જેદી મીટ માંડી
તેદી ભૂપત ને ભિખારી કિધો
જાજી ખમ્મા નાગલઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ...
સરધારે સિંહણ રે બની ને
બાકર માર્યો તેં બાઈ
ભરી બજારે ઉભો ચીર્યો
જાજી ખમ્મા માં જીવણીઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ...
સિંધ મા જેદી સુમરે રોકી
જાહલ ધીળી આહિર ની
નવધન ની તેં લાજુ રાખી
જાજી ખમ્મા વરુડીઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ...
ખખડી ગાગર વળી તું પાછી
જોઈ લે જેતી લાખા ની
મહિડો મારી રાજ ઉથપ્પા
જાજી ખમ્મા જેતલઆઈ
હાલ ને મોગલ બોલ ને મોગલ...
પીથલ તું ને આઇ પુકારે
આવજે રાજલ ઉદા ની
લેલાદે ની લાજુ રાખી
જાજી ખમ્મા રાજલઆઇ
હાલ ને મોગલ બોલ ને મોગલ...
ચારણ તારણ કારણ જનમી
મઢડે તું મહામાઇ
કેદાન તારા ગુણલાં ગાતા
જાજી ખમ્મા સોનલઆઇ
હાલ ને મોગલ બોલ ને મોગલ...
Hal ne mogal bol ne mogal

અબ ના બની તો ફીર ક્યા બનેગી ab na bani to fir kya banegi

નરતન દેહ તુજે ફીરના મીલેગી
અબ ના બની તો ફીર ક્યા બનેગી...

હીરા સો જન્મ તુને બિરથ ગવાયો
ના સત્સંગ કીયો ના હરી ગુન ગાયો
જનની તેરી તુજે ફીર ક્યાં જનેગી
અબ ના બની તો ફીર ક્યા બનેગી...

સુરદાસ તેરી કાયા હે માટી
બીરત ધરની પે પતંગ તે કાટી
માટી મે માટી એક દિન મીલકે રહેગી
અબ ના બની તો ફીર ક્યા બનેગી...

nartan deh tuje fir na milegi
ab na bani to fir kya banegi

મને કાંહે રે વિસારો રાજા ભરથરી mane kaheko visaro raja bharathari

માની જાને હિંદવાના રાજા રે
મને કાંહે રે વિસારો રાજા ભરથરી
આવુ હૈયે રે વિસારો રાજા ભરથરી

એવા તોરણીયે ચઢતાં તોરણ નવ ટુટીયાં રે
નવ લાગી માંડવળા માં આગ રે
તારી માતા ને પથ્થરો ના જનમીયો રે
રેત અમે બાળ રે કુંવારા રે
મને કાંહે રે વિસારો રાજા ભરથરી


એવું બાળુ રે જોસીડા તારુ આ ટીપણું રે
બાળુ તારી જનોયુ ના ત્રાગા રે
એવાં અવળા રે લગનીયે અમને પરણાવીયાં
લખ્યા મારા અવળા જોને લેખ રે
મને કાંહે રે વિસારો રાજા ભરથરી

એવો બુરો રે રંડાપો બાળાપણ તણો
એવી વાણી કેમ જપે જાવે રે
એવા મછંદર પ્રતાપે ગોરક્ષ બોલ્યા રે
દેજો અમને સંતો ના ચરણે વાસ રે
મને કાંહે રે વિસારો રાજા ભરથરી
maani jaane hindava na raja re
mane kaheko visaro raja bharathari

વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી Vah vah re fakiri mere santan ki

વાહ વાહ રે ફકીરી મેરે સંતન કી
સંતન કી મેરે મહંતન કી...ટેક

નામ અનામ મેં નિશદિન રટું
તોડું હું તો ત્રીવીધ તાપન કી...
વાહ વાહ રે...


લોભ મોહ અને કામ ને મારી
એ ગરદન પકડું મેં ક્રોધન કી...
વાહ વાહ રે...

પાંચ પચીસ કો કેદ કરીને
દુવાઈ ફિરાંઉ મેં આ મન કી...
વાહ વાહ રે...

અધર તખત પર ગુરુજીના આસન રાખી
પછી લગાવું સમાધી મેરે ગુરુદેવન કી...
વાહ વાહ રે...

કહત કબીરા સુનો ભાઈ સાધુ
આવી બલીહારી મેરે ગુરુદેવન કી...
વાહ વાહ રે...

Vah vah re fakiri mere santan ki

ભોલે તેરી જટા મે ભાતી હે ગંગ ધારા Bhole teri jata me bhaati hai gangdhara

ભોલે તેરી જટા મે ભાતી હે ગંગ ધારા
કાલી ઘટા કે અંદર જીદગામીની ઉજાલા

ગલે રુદ્ર માલ રાજે ચચિભાલ મે બિરાજે
ડમરુ ની નાદ બાજે કર મે ત્રિશુલ ધારા

જગ તીરથે જરાસી કટી નાક બંધ ફાંઁસી
ગીરીજા હે સંગ દાસી સબ વિશ્વ કે આધારા

મૃગ સરમ વસન ધારી વ્રસરાજ પે સવારી
ભક્તો કે દુઃખ હારી કૈલાશ મે વિહારા

શિવ નામ જો ઉચારે સબ પાપ દોસ ટાલે
બ્રહ્માનંદ ના વિચારે ભવસિંધુ પાર તારે

Bhole teri jata me bhaati hai gangdhara

ગુરુ ! તારો પાર ન પાયો Guru taro paar na payo

ગુરુ ! તારો પાર ન પાયો
ધણી ! તારો પાર ન પાયો
પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

હાં રે હાં ! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી – હો – જી.
એ જી ! સમરું શારદા માતા
એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

હાં રે હાં ! જમીં આસમાન બાવે મૂળ વિના માંડયાં જી – હો – જી.

એ જી‚ થંભ વિણ આભ ઠેરાયો

એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

હાં રે હાં ! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી – હો – જી.

એ જી ! માખણ વિરલે પાયો

એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

હાં રે હાં ! સુન રે શિખર પર અલખ અખેડા જી – હો – જી.

એ જી ! વરસે નૂર સવાયો

એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

ગગન મંડળમાં બે બાળક ખેલે જી – હો – જી.

એ જી બાળકનો રૂપ સવાયો

એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી – હો – જી.

એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી ! વારી ! વારી ! પૃથવીના માલિક ! તમે રે તારો તો અમે તરીએ જી – હો – જી.

Guru taro paar na payo
Pruthvi na malik tame re taro to ame tariye

ઈશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે કીસ કદર ચોટ ખાયે હુવે હે Ishk me ham tumhe kya bataye

ઈશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે કીસ કદર ચોટ ખાયે હુવે હે
મૌત ને હમકો મારા હે ઔર હમ જીંદગી કે સતાયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....


ઉસને શાદી કા જોડા પહેનકર સિર્ફ ચુમા થા મેરે કફન કો
બસ ઉસી દિન સે જન્નત કી હુરે મુજકો દુલ્હા બનાયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

ર્સુખ આંખો મે કાજલ લગા હે રુખ પે રાઝા સજાયે હુવે હે
ઐસે આયે હે મૈયત પે મેરી જેસે શાદી મે આયા હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

એ લહેદ અપની મીટ્ટી સે કહદે દાગ લગને ના પાયે કફન કો
આજ હી હમને બદલે કપડે આજ હી હમ નહાયે હુવે હે
ઈશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

બીખરી જુલ્ફે પરેશાન ચેહરા અશ્ક આંખો મે આયે હુવે હે
એ અઝલ ઠહેર જા ચંદ લમ્હે વો અયા તક તો આયે હુવે હે
ઈશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

દુશ્મનો કી શિકાયત હે બેજાં દોસ્તો સે ગીલા ક્યા કરેગે
ખર ચુકે જીન તરખ્તો કે પત્તે ફીર કહાં ઉનકે સાંયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

ક્યા હે અંજામ યે ઊલ્ફત પતંગો જાકે શમા કે નજદીક દેખો
કુછ પતંગો કી લાશે પડી હે પર કીસી કે જલાયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

દફ્ન કે વક્ત સબ દોસ્તો ને યે ચુકાયા મહોબ્બત કા બદલા
ડાલદી ખાક મેરે બદન પર યે ના સોચા નહાયે હુવે હે
ઈશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

ઉનકી તારીફ ક્યા પુછતે હો ઉમર સારી ગુનાહો મે ગુજરી
પાર સાવન રહે હૈ વો ઐસે જૈસે ગંગા નહાયે હુવે હે
ઈશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

જીંદગી મે ના રાશ આયી રાહત ચૈન સે અબ સોને દો લહેદ મે
એ ફરિશ્તો ન છેળો ન છેળો હમ જહાં કે સતાયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

દેખ સાકી તેરે મેકદેકા એક પહોચા હુવા રીંદ હું મે
જીતને આયે હે મૈયત પે મેરી સબકે સબ હી લગાયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

ખોયી ખોયી બેચેન આંખે બેકરારી હે ચેહરે પે તાહીર
હો ના હો આપ શેખ સાહીબ ઈશ્ક કી ચોટ ખાયે હુવે હે
ઇશ્ક મે હમ તુમ્હે ક્યા બતાયે....

Ishk me ham tumhe kya bataye kis kadar chot khaye hue hai 

અમને અડશો માં અભડાશો Amne Adsho ma abhadasho

અમને અડશો માં અભડાશો, પછી ક્યા નાવાને જાશો....
અમને અડશો માં અભડાશો.

ન્યાત જાત ના બંધન છુટયા છુટી જુઠી લાજ,
ગુરુ પ્રતાપે અમને મળીયુ પ્રેમ નગર નુ રાજ....
અમને અડશો માં અભડાશો


અભડાવા ની જો બીક ન હોય તો આવો અમારી પાસે,
ન્યાતીલા સહુ નિંદા કરે તો પાપ બધા ધોવાશે....
અમને અડશો માં અભડાશો.

ન્યાતી ના જુઠા બંધન માંહી કદી નહી બંધાશ,
સર્વાગી બની સર્વ સ્થળે અમો પ્રેમી થઈને જાશુ....
અમને અડશો માં અભડાશો.

rપ્રેમ પંથના અમે પ્રવાસી પ્રેમી નામ અમારુ,
વ્હેમ ની વાટે કોણ જાય જ્યા જણાય હુ નેમારુ....
અમને અડશો માં અભડાશો.

ઉંચ નીંચ ના ભેદ ભુલી ને સંપીલા થઈ ને ફરશુ,
સત્ સેવા સત કર્મ કરી ને અમર વર ને વરશુ....
અમને અડશો માં અભડાશો.

ઊંચ નીચ ના ભેદ ને ભુલે તે સાચુ સુખ માણે,
દાસ સતાર કહે સમજાવી અભીમાની શુ જાણે? .....
અમને અડશો માં અભડાશો

Amne Adsho ma abhadasho 

જો આશિક મસ્ત ફકીરી કે Jo Aashik mast fakiri ke

જો આશિક મસ્ત ફકીરી કે..
દુનિયા સે મહોબ્બત કમ રખતે હૈ..
જીસે રાત દિન હૈ લેહ લગી..
વો દેહ કી શુધ્ધ ભી પરહરતે હૈ....આશિક

પારસ હૈ પાસ પડા જીનકે..ચાંદી સોના કો ક્યા કરના ,
જબ ચાહે તબ સોના હૈ..ફીર ભંડાર ભરકર ક્યા કરના...આશિક

સમજ બુઝ શિયાને બન સંતો..હાલ દિવાને ફીરતે હૈ ,
તાકત હોને પર ભી તકલીફકો..વો બેપરવાહસે સહેતે હૈ...આશિક

ફરિયાદ નહીં કરતે વો કીસીસે..ખુદ બન-બનમેં બસતે હૈ,
રટતે હૈ નામ શિરંજનકા..ઔર અપની કાયાકો કસતે હૈ...આશિક

એ હાલ હૈ મસ્ત ફકીરો કા..ફીર ઓર તો બાતે કરતે હૈ ,
વિદ્વાન વિચરતે બસ્તીમેં..તબ મસ્ત અકેલે ફીરતે હૈ...આશિક

જીસે કેફ ચડા હૈ કેવલકા..ઉસે ઓર અસર નહીં કરતા હૈ ,
બ્રહ્મરૂપ હોને પર દેહ કો વો..અપની મોજસે તજતા હૈ...આશિક

લાલ કહે એ હૈ ખુદ મસ્તી..ઓર તો મસ્તી ઉપરકી હૈ ,
વો કૃષ્ણ કૃપા બિન નહીં મિલતી..વો મસ્તી સદગુરુ કે ઘરકી હૈ...આશિક

Jo Aashik mast fakiri ke duniya se mahobbat ham rakhte

ભાઈ તું ભજી લેને કિરતાર bhai tu bhaji le ne kirtar

મોંઘો મનુષ્ય દેહ ફરી ફરીને, મળે નહીં વારંવાર,
ભાઈ તું ભજી લેને કિરતાર... 

જૂઠી છે કાયા ને જૂઠી છે માયા, જૂઠો કુટુંબ પરિવાર,
રાજા ગોપીચંદ અને ભરથરી, છોડી ગયા ઘરબાર... ૧

કામ ક્રોધ મદ લોભ મોહમાં, જ્ઞાને જુઓ નથી સાર,
આ અવસર જો ચૂકી ગયા તો, ખાશો જમના માર... ૨

લાખો ગયા ને તું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર,
સાચું કહું છું છતાં જૂઠું માને તો, મુવા કુટુંબને સંભાર... ૩

સદ્ ચલણ સદ્‍ગુરુની સેવા, સજ્જનનો શણગાર,
દાસ સતાર કહે કર જોડી, હરિ ભજી ઊતરો પાર... ૪

Mogho manushya deh fari fari ne nahi male varamvar
bhai tu bhaji le ne kirtar

પઢો રે પોપટ રાજા રામના padho re popat raja raamna

પઢો રે પોપટ રાજા રામના, સતી સીતાજી પઢાવે,
પાસે રે બંધાવી રૂડું પાંજરુ, મુખ થી રામ જપાવે.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના....

પોપટ તારે કારણે, લીલા વાંસ વઢાવું,
એનું રે ઘડાવું પોપટ પાંજરુ હીરલા રતને જડાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના....

પોપટ તારે કારણે શી શી રસોઇ રંધાવું,
સાકરનાં કરી ચુરમા, ઉપર ઘી પિરસાવું.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના....

પાંખ પીળી ને પગ પાડુંરા, કોટે કાંઠલો કાળો,
નરસૈયાના સ્વામીને ભજો રાગ તાણી રૂપાળો.
હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના.

padho re popat raja raamna, sati sitaji padhave

ગણપતિ દાતા મેરે દાતા ganpati daata mere daata

તમે ભાંગો મારા દલડાની ભ્રાતા...
તમે ખોલો મારા રૂદિયાના તાળા...
મારા દુખ દારિદ્રય મટી જાતા...
ગણપતિ દાતા મેરે દાતા

મૂળ મહેલમાં વસે ગુણેશા
ગુરુ-ગમસે ગમ પાતા... ગુણપતિ દાતા

રૂમઝુમ રૂમઝુમ નેપુર બાજે
મધુર ચાલ ચલંતા.. ગુણપતિ દાતા

ખીર ખાંડને અમૃત ભોજન...
ગુણપતિ લાડુડા પાતા...
ધૂપ ધ્યાનને કરું આરતી
ગુગળના ધૂપ હોતા..ગુણપતિ દાતા

તોરલ પુરીજી રૂખડિયો બોલ્યા
મરજીવા મોજું પાતા...
ગુણપતિ દાતા

Tame bhango mara dalda ni bhrata ganpati daata

એવી જેની જોળી મા જાગીર joli ma jaagir ene aambe nai koi amir

જોળી મા જાગીર એને આંબે નય કોઈ અમીર
એવી જેની જોળી મા જાગીર

અલખ જોળી ને ખલક ખજાનો
જેને હૈયે સાચુ હિર
માણેક મોતી જેવા શબ્દો મુખ મા
નૈનો મા વરશે સાચા નુર
એવી જેની જોળી મા જાગીર


માયા કાયા ના પકડી મુદ્દા
જકડી ને તોડે જંજીર
દુર્ગુણ દાબે પછી સદગુણ સર્જે
ધર્બે હૈયે સાચી ધીર
એવી જેની જોળી મા જાગીર

વેદ વિવેક ને રાખી વચન મા
ભાંગે ભવ ની ભીડ
ગર્વ ને ગાળી નવરાવે ગંગા મા
તારે ભવ બધી તીર
એવી જેની જોળી મા જાગીર

પાપી ને દ્રષ્ટિ થી પાવન કરે
પલ મા સ્થાપે પીર
નટુદાન નારાયણ પ્રતાપે
ફેરવે લલાટ ની લકીર
એવી જેની જોળી મા જાગીર

joli ma jaagir ene aambe nai koi amir  evi eni joli ma jaagir

મારી ઝુપડીયે આવો મારા રામ mari zumpadiye aavo mara raam

મન નો મોરલીયો રટે તારુ નામ,
એક વાર આવી પૂરો હૈયા કેરી હામ,
મારી ઝુપડીયે આવો મારા રામ.
મારી ઝુપડીયે...


સુરજ ઊગે ને મારી ઊગતી આશા,
સંધ્યા ટાણે મને મળતી નીરાશા,
રાત દિવસ મને સુજે નહી કામ.
મારી ઝુપડીયે...

આંખલડીયે મને ઓછું દેખાય છે,
દર્શન વિના મારુ દિલડુ દુભાય છે,
નહી રે આવો તો વાલા જાશે મારા પ્રાણ,
મારી ઝુપડીયે...

એકવાર વાલા તારી જાંખી જોતાયે,
આંસુના બિંદુથી ધોવુ તારા પાય,
રાખુ સદા તારા ચરણોમાં વાસ.
મારી ઝુપડીયે...

રઘુવીર રામને બહુ હું યાચું,
ધ્યાન શાંતીનું કરજો ને સાચું,
સપનુ સાકાર કરો મારા રામ.
મારી ઝુપડીયે...

man no morliyo rate taru naam mari zumpadiye aavo mara raam

પીંજરે કે પંછી રે તેરા દરદ ન જાણે કોંઈ Pinjare ke panchhi re

પીંજરે કે પંછી રે
તેરા દરદ ન જાણે કોંઈ
તેરા દરદ ન જાણે કોંઈ...

બાહર સે ખામોશ રહે તું
ભીતર ભીતર રોંયે રે
હૈ તું ભીતર ભીતર રોંયે રે...
તેરા દરદ ન જાણે...


કહે ના શકે તું
આપની કહાની
તેરી ભી પંછી
ક્યા ઝીંદગાની,
કહે ના શકે તું
આપની કહાની
તેરી ભી પંછી
ક્યા ઝીંદગાની રે...
વિધી ને તેરી કથા લીખી
આંસુ મે કલમ ડૂબોયેં...
તેરા દરદ ન જાણે...

ચુપકે ચુપકે
રોને વાલે
રખના છુપાકે
દિલ કે છાલે,
ચુપકે ચુપકે
રોને વાલે
રખના છુપાકે
દિલ કે છાલે રે...
યે પથ્થર કા દેશ હૈ
પગલે કોંઈ ના તેરા હોયે રે...
તેરા દરદ ન જાણે...

પીંજરે કે પંછી રે
તેરા દરદ ન જાણે કોંઈ...

જીંદગી મા કેટલુ કમાણા, જરા સરવાળો માંડજો Jindagi ma ketlu kamana

જીંદગી મા કેટલુ કમાણા,
હો જરા સરવાળો માંડજો. ટેક

કેટલા બનાવ્યા તમે મેડીં ને માળીયા,
કેટલા રળ્યા તમે નાણા.
હો જરા સરવાળો...


ઉગ્યો ને આથમ્યો ધંધાની લાયમાં,
ભૂંડે મોઢે જોને ભટકાણા.
હો જરા સરવાળો...

ડાહ્યા થઈં કેટલી દુનીયાં ડખોળી,
મોટા થઈ ખોટાં મનાણાં.
હો જરા સરવાળો...

લાવ્યા છોં કેટલું અને લઈ જશો કેટલું,
છેવટે તો લાકડા ને છાણા.
હો જરા સરવાળો...

ગાયાં નહી ગુણ તમે કદિયે ગોવીંદના,
મીંડા હિસાબમાં મૂકાણાં.
હો જરા સરવાળો...

Jindagi ma ketlu kamana eno sarvalo mandajo

બગદાણા વાલે બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી bagdana vale bavaji tari karuna no koi paar nathi

તારી કરુણા નો કોઈ પાર નથી,
તારી શકિત નો કોઈ પાર નથી,
હો બંડી વાલે,હો બગદાણા વાલે
બાવાજી તારી કરુણાનો કોઈ પાર નથી...


મારી ડગમગ ડોલે નાવડીયા,
હો મારી ડગમગ ડોલે નાવડીયા,
હવે તારવા આવો બાવલીયા...
બંડી વાલે બાવાજી તારી...

મારી ડગલે ને પગલે ભૂલો પડી,
બાપા સાચી સમજણ હવે રે પડી,
મને મોક્ષ તણી હવે શીખ મળી...
બંડી વાલે બાવાજી તારી...

મને સાગર જેવા સંત મળ્યા,
મારા ચોરાસી ના ફેરા રે ટળ્યા,
મને મોક્ષ મંદીરની ચાવી મળી,
મારી પાર ઉતરી નાવડીયા...
બંડી વાલે બાવાજી તારી...

મીઠેં રસ સે ભરોરી,રાધા રાની લાગે,
મને પ્યારો પ્યારો યમુનાજી રો પાની લાગે.

યમુનાજી તો કારી કારી રાધા ગોરી ગોરી,
વ્રુંદાવન મેં ધૂમ મચાવે બરસાને રી છોરી,
વ્રજધામ રાધાજી કી રાજધાની લાગે,
મને પ્યારો પ્યારો યમુનાજી નો પાની લાગે.....
મીઠેં રસ સે ભરો...

કાન્હા નિત મુરલી મેં તેરે સુમરે બારમબાર,
કોટિન રુપ ધરે મનમોહન,કાહુ ન પાવે પાર,
રુપ રંગ કી છબીલી પટરાની લાગે,
મને પ્યારો પ્યારો યમુનાજી નો પાની લાગે.....
મીઠેં રસ સે ભરો...

ના ભાવે મને માખન મિસરી,અબ ના કોઈ મીઠાંઈ,
મારી જીભરીયાં ને ભાવેં અબ તો રાધા નામ મલાઈ,
વ્રુષભાનુ કી લાલી તો ગુડધાની લાગે,
મને પ્યારો પ્યારો યમુનાજી નો પાની લાગે.....
મીઠેં રસ સે ભરો...

રાધા રાધા નામ રટત હૈ જો નર આઠોં યામ,
તિનકી બાધા દૂર કરત હૈ રાધા રાધા નામ,
રાધા નામ સે સફલ જીંદગાની લાગે,
મને પ્યારો પ્યારો યમુનાજી નો પાની લાગે.....
મીઠેં રસ સે ભરો...

bagdana vale bavaji tari karuna no koi paar nathi

ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો bhale re odhyo re madi bheliyo

માડી તારા ભેળીયામાં ઉજળું અમારુ ભાવી રે,
જગદંબા આવળ ભલે રે ઓઢ્યો રે માડી ભેળીયો...

માડી એને મહેશે પીંજ્યો ને ઉમાએ કાંતીયો રે,
માડી એમાં રામસીતાએ વણ્યા રુડા તાર રે...
જગદંબા...


માડી એવો આદી રે અનાદી નો જગજુનો ભેળીયો રે,
માડી એમાં ચિતર્યા જોને ચૌદ રે બ્રહમાંડ રે...
જગદંબા...

માડી તારા બાના રે પેરી ને જગમાં માલતા રે,
માડી તમે રાખો રે બાના કેરી લાજ્યું રે...
જગદંબા...

માડી એવા કિશન રે કવિની આ છે વિનતી રે,
જાવું મારે તમારા હે ચરણો પર વારી રે...
જગદંબા....

madi tara bheliya ma ujalu amaru bhavi re
jagadamba aaval bhale re odhyo re madi bheliyo

અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે Angutho mardi ne piyune jagadiya

અંગુઠો મરડીને પીયુને જગાડીયા રે,ગોરી કહે તને શે આવે ઉંઘ
આડુ જાય અવળું જાય નણદલ લેરીયું રે -૧

વર ઠુઠોને અણઘડ પાંગળો રે,કન્યા તો વરવા વરને જાય;
ઉમંગ ન માય નણદલ લેરીયું રે-૨


વર પરણ્યા ત્યાં ભાંગી વેલડી રે,મરાણો કાયાનો સરદાર;
જુવોને નર નાર,નણદલ લેરીયું રે-૩

પાંચ પારખ તો પેલા મુવા રે,નગરમાં હાટે થઈ હડતાલ;
કરી જો વિચાર,નણદલ લેરીયું રે-૪

કીડીની હડ બેઠે હાથી મુવો રે,કુંજરને પાડ્યો પગલા હેઠ;
પોંચાડ્યો ઠેઠ, નણદલ લેરીયું રે-૫

નીરવીઘને વર પરણીને આવીયા રે;કન્યા વર નાયા ભજવલ તીર
ધરી રહ્યા ધીર, નણદલ લેરીયું રે;-૬

નરતન નગરીમાં વીવા થયો રે;ત્યા કોઈ ન મળે નર કે નાર
થયો ઝણકાર,નણદલ લેરીયું રે-૭

દાસ સવો કહે સુણી,છોયરો રે સમજેથી જન્મ મરણ ભે જાય
ગુરુ ગમ ગાય, નણદલ લેરીયું રે-૮

Angutho mardi ne piyune jagadiya 
gori kahe tane she aave ungh aadu jaay avalu jaay nanadal leriyu re

ગગન ગઢ રમવાને હાલો Gagan gadh ramvane halo

ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો...ટેક.
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી;ગગન-૧


બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી;ગગન-૨


ત્રિજે તુરાઈ વાજાં વાગે,સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે;
ગગન-૩

ચોથે ચંદ્ર ભાણ વાળી જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી;ગગન-૪

પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુંમા ઘેરી;ગગન-૫

છઠે જોવો સનમુખ દ્વારો ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યા તો સદા વરસે અમર ધારો;ગગન-૬

સાતમે સમરણ જડયું સાચું આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ;
ગગન ગઢ-૭

આઠમે અકળ કળા એની વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની;ગગન ગઢ-૮

નુમે મારે નીરભે થયો નાતો છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો;ગગન ગઢ-૯

દશમે જડી દોર તણી ટેકી મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી;
ગગન ગઢ-૧0

એકાદશી અવીધટ ધાટ એવો શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહ પુરુષ સેવો; ગગન ગઢ-૧૧

દવાદસી દૂર નથી વાલો સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો ;ગગન ગઢ-૧૨

તેરસે વાળી ઉપર ઘારા જપુ નીજનામ તણી માળા
પ્રાગટ્યા રવી ઉલટાયા અજવાળું ગગઢ ગઢ-૧૩

ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું;ગગન ગઢ-૧૪

પુનમે દેખી પુરણ પદ પામી મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન ગઢ-૧૫


Gagan gadh ramvane halo

સાહેબ કો સંભારુગા Saheb ko sambharunga

સાહેબ કો સંભારુગા, તજુગા મોહ નિદ્રા
ધણી તુજકો ધાંરુગા, મે માંરુગા ઘેલી મમતા
સાહેબ કો સંભારુગા....

કાળીગાના કટક ચડીયા, અજબ શહેર રચાઉંગા
શહેર પર છડીદાર રાખી, શહેર ના લુટાઊંગા
સાહેબ કો સંભારુગા..

કાળીગાકો કાટ ડાલુ ,ઘોડે પે જીન ડાલુ
ભલે પાચ ચડે પચીસ ચડે, મે નર અકેલા જાઊગા
સાહેબ કો સંભારુગા..

ત્રિવેણી રંગ મહેલ મા, ઝળહળ જ્યોત જલાઉંગા
ચડુંગા નર અકેલા મે , ચોર પકડી લાઉંગા
સાહેબ કો સંભારુગા..

હાથ જોડી હુકમ માંગુ, કાયા કો કરમાઉંગા
એવુ બોલ્યા કપડચંદ જોગી, પુરણ મુજરા પાઉંગા
સાહેબ કો સંભારુગા..

Saheb ko sambharunga tajuga moh nindra

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી Aa pal jaave re kari le ne bandagi

આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…
ગઈ પલ ફેર નહીં આવે રે‚ કરી લે ને બંદગી ;
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

કરો મન ગ્યાના‚ ધરી લેને ધ્યાના ;
મૂરખા ! મૃગજળ દેખી ક્યું લલચાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

શિરને માથે છે વેરી‚ લીધો તું ને ઘેરી ;
સૂતાં બંદા નીંદરા તું ને કેમ આવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

એક દિન મરના હૈ‚ ધોખા નવ ધરના ;
મુખમેં રામનામ કેમ ભૂલાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

કહે છે કલ્યાણ’સાબ‚ સતગુરુ શરણે‚
આમાં પ્રેમીજન હોય ઈ તો પાવે રે…
આ પલ જાવે રે‚ કરી લેને બંદગી…

Aa pal jaave re kari le ne bandagi 

અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં Alak milan ke kaj fakiri leke faru me jangal me

અલક મીલન કે કાજ ફકીરી, લેકે ફરું મેં જંગલમેં
તેરી સીકલ કે કાજ ફકીરી લેકે...ટેક.

તુંહી તુંહી તાર લાગ્યો દિલ અંદર,રહું સદા એક રંગનમેં
ત્રણ લોકકી ફિકર મીટાઈ,એહી ફિકર મેરે અંગનમેં;
અલક મીલન...૧


ભભક ભભુતી રખું રોમપે,નાહ કરકે જ્ઞાન ગંગનમેં
સમતા કફની સીલાકે ડારી,ઓઢ રખી એહી અંગનપેં;
અલક મીલન...૨

ભીક્ષા કરુ મેં ભજન ભાવકી,રહું સદા સત સંગનમેં
કરમ કાષ્ટ સબ લકડી જલા દઉં;માલીક તેરા મંગનમેં;
અલક મીલન...૩

મીલજા ફિકર મીટે આ તનકો,પડે હું દુનીયાકે દંગનમેં
સતગુરુ ચરણે "દાસ સવો" કહે,સદા તેરા સંગનમેં;
અલક મીલન...૪

Alak milan ke kaj fakiri leke faru me jangal me 
teri sikal ke kaaj fakiri

ઓધા સંદેશો મારો એટલો રે Odha sandesho maro etlo re

ઓધા સંદેશો મારો એટલો રે,દેજો હરી કેરે હાથ રે
અંતરથી અળગા નવ કીજીએ,દાસી ઉપર ના હોય દાવ રે...ટેક


ઓધા નીરખુ એ મારા નાથને,અંતર એવી છે આશ રે
કોમળ મુરખડાને કારણે;નેત્ર ગયા છે મારા નાથ રે...

ટોળાનું મરઘલું એક ટળવળે રે,દુખીયું છે દરશન કાજ રે
અનેક ગુના હશે અમ તણા,માફી કરોને મહારાજ રે...

વડાં રે વચન જ્યારે નો પળે,તનમાં ઉપજે ત્રાસ રે
ખોળે બેસાડીને ખેલાવીઆ અળગા ન કરશો ધણી આપ રે...

વ્રુજ તો કરી છે વાલે વેગળી રે પુણ્યનો આવ્યો પતીયાર રે
અંતર થકી અળગાં કર્યા; કેમ ઘટે કીરતાર રે...

અરજી અમારી ઓધા એટલી બાના બ્રદની છે લાજ રે
"દાસ સવા" પર દયા કરો,મળવા પધારો મહારાજ રે...

Odha sandesho maro etlo re dejo hari kere hathe re

એવી પ્રેમકટારી લાગી Evi prem katari lagi re

એવી પ્રેમકટારી લાગી‚ લાગી રે… અંતર જોયું ઉઘાડી ;
એવી ઝળહળ જ્યોતું જાગી‚ જાગી રે… દસ દરવાજા નવસેં નાડી…
એવી પ્રેમ કટારી લાગી…

શબદ કટારી કોઈ શૂરા નર જીલે‚ નહીં કાયરનાં કામ‚
શૂરા હોય ઈ સનમુખ લડે‚ ભલકે પાડી દયે નિશાન ;
એવા લડવૈયા નર શૂરા… શૂરા… રે નૂરતે નિશાનું દિયે છે પાડી…
એવી પ્રેમ કટારી લાગી…

માથડાં ગૂંથી‚ નેણલાં આંજી બની હું વ્રજ કેરી નાર‚
પિયુને રીઝવવા તરવેણી હાલી સજ્યા સોળે શણગાર ;
એવાં રૂમઝૂમ ઝાંઝર વાગ્યાં… વાગ્યાં… રે ઓઢી મેં તો અમ્મર સાડી…
એવી પ્રેમ કટારી લાગી…

હું ને મારો પિયુજી સેજમાં પોઢયાં‚ નિંદા કરે નુગરા લોક‚
સારા શહેરમાં ઢંઢેરો પીટાવ્યો‚ અમે ઊભાં રયાં માણેક ચોક ;
એવા નુગરા મોઢે મીઠાં‚ એવા નિર્ગુણ નુગરાં દીઠાં… દીઠાં… રે…
મુખ મીઠાં ને અંતર જારી… પાછળથી ઈ કરે છે ચાડી…
એવી પ્રેમ કટારી લાગી…

પ્રેમના પ્યાલા સતગુરુએ પાય‚ માંઈ ભરીયલ અમીરસ જ્ઞાન ;
અંધારું ટળ્યું ને જ્યોતું જાગી‚ સતનામની જાગી ગઈ સાન ;
એવા સાંઈવલી ક્યે છે રે હરખું હું તો દાડી રે દાડી…
એવી પ્રેમ કટારી લાગી…

Evi prem katari lagi re

જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી jiyo re kabira amne ramdhun lagi



રામધૂન લાગી ભજનધૂન લાગી
જીયો રે એ કબીરા અમને રામધૂન લાગી...૨

વન કેરી સંગતું માં લીમડા બીગડીયાં(૨)
લીમડા બીગડીયાં ગુરુજી ચંદન નીપજ્યા...
જીયો રે એ કબીરા...


પાણી કેરા સંગમાં પથરા બીગડીયાં(૨)
પથરા બીગડીયાં માય થીં હિરલા નીપજ્યા...
જીયો રે એ કબીરા...

છાશ કેરી સંગતું માં ભાઈ દુધડા બીગડીયાં(૨)
દુધડા બીગડીયાં માય થીં ગોરસ નીપજ્યા...
જીયો રે એ કબીરા...

ગુણકાં ની સંગતું માં કબીરા બીગડીયા(૨)
કબીરા બીગડીયા માય થીં સંત નીપજ્યા...
જીયો રે એ કબીરા...

કહેત કબીરા સુનો ભાઈ સાધુ(૨)
આપે મુવાલો પછી કુળ નઈ દુનીયા સુધર્યા...
જીયો રે એ કબીરા...

Ram dhun lagi bhajan dhun lagi 
jiyo re kabira amne ramdhun lagi

સંતને સંતપણા રે મનવા નથી મફતમા મળતા sant ne santpan re manva nathi mafat ma malta

નથી મફતમા મળતા,એના
તો મૂલ ચુકવવા પડતા રે
સંતને સંતપણા રે મનવા
નથી મફતમા મળતા
સંતને સંતપણા રે,,,

ભરી બજારે કોઈ વેચાણા,
કોઈ તેલ કડામા તળાણા,
કાયા કાપી ત્રાજવે તોલી,
કોઈ હિમાળે ગળતા રે...
સંતને સંતપણા રે,,,

કરવત મેલાવીને માથા વેરાવ્યાં,
કાળજા કાપી ધરતા
ઝેર પીધા ને જેલ ભોગવી,
સાધુડા શુળી એ ચડતા રે...
સંતને સંતપણા રે,,,

પ્યારા પુત્રનુ મસ્તક ખાંડી,
ભોગ સાધુડાને ધરતા
ઘરની નારીને દાનમા દેતા,
દિલ જરા નહિં ડરતા રે...
સંતને સંતપણા રે,,,

પર દુ:ખે જેનો આત્મા દુ:ખીયો,
રુદિયા એના રડતાં
માન મોટાઈ ને મમતા ત્યાગી,
જઈ બ્રહ્માંડ મા ભળતા ...
સંતને સંતપણા રે,,,

ગુરુ પ્રતાપે ભણે પુરુષોતમ
એના નામ ચોપડે ચડતા,
એવા સંતોની સેવા કરતા,
ભવસાગરથી તરતા રે
સંતને સંતપણા રે,,,




nathi mafat ma malata ena to mul chukvava padta



sant ne santpan re manva nathi mafat ma malta



સતના ધીંગાણે સંતો પાછા નહી પડે sat na dhingane santo pachha nahi pade

પાછા નહી પડે, ડગલા પાછા નહી ભરે
સતના ધીંગાણે સંતો પાછા નહી પડે...ટેક

કુવે પડતી રોકી જેને, આયવું કલંક માથે એને
નારી ને જીવાડી મુળદાસ ગધેડે ચડે...
સત ના ધીંગાણે સંતો...


ખાવંદ જમાડવા ખાતે, કીધી ચોરી માજમ રાતે
સવાર માં શરીર એના સુળી એ ચડે...
સત ના ધીંગાણે સંતો...

રણ ચડીયા સતને માટે, આવી આફત સુધનવા માથે
સતના કાજે ઈ તો તાતા તેલમા બળે...
સત ના ધીંગાણે સંતો...

"સંત શિવપુરી" સાચા, આપી એણે અમર વાચા
પ્રેમથી "સામંત" એના પાંવ પકડે...
સત ના ધીંગાણે સંતો...

pachha nahi pade dagla pacha nahi bhare 
sat na dhingane santo pachha nahi pade

શીલવંત સાધુને વારે વારે નમીએ Shilvant sadhu ne vare vare namie

શીલવંત સાધુને વારે વારે નમીએ, જેનાં બદલાય નહીં વર્તમાન જો;
રામભરુસો રાખે હૃદયમાં જેને, મહારાજ થયા મહેરબાન રે…..
સ્નેહ કે શત્રુ કોઈ નથી, જેના દિલમાં પરમારથ ઉપર પ્રીત રે;
સતગુરૂ સાનમાં પૂરણ સમજે ને, રૂડી રૂડી પાળે રીત રે……
 શીલવંત સાધુને…

વહેવારની વાતો જેને ગમતી નથી, ભજનમાં રહે ભરપૂર રે;
અલખને લખ કહી લાભ જ લેતાં, જેનાં નેણલામાં વરસે નૂર રે….. 
શીલવંત સાધુને….

પર ઉપકારમાં કરવા પ્રવૃત્તિ ને, નિવૃત્તિમાં નિજ રૂપ રે;
પોતે રહીને પોષે બીજાને, એવાં સંત સાહેબના સ્વરૂપ… 
શીલવંત સાધુને….

સંગત કરો તો એવા નરની કરજો, પમાય એથી ભવ પાર;
ગંગાસતીકહે સાંભળોપાનબાઈ, દેખાડે અલખના દ્વાર… 
શીલવંત સાધુને….

Shilvant sadhu ne vare vare namie , jena badlay nahi vartaman jo

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે Evi pyali pidhi meto mara sadguru na hathe

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે.
પીતા મારે પ્રીત બંધાણી પ્રીતમ જી ની સાથે.... 
એવી પ્યાલી પીધી મેતો.

પ્રેમ તણી લાગી છે અગ્ની પ્રગટી હાટો હાટે,
rઅણ સમજુ અજ્ઞાની મુજને ગાંડી ગણી ને કાઢે રે...... 
એવી પ્યાલી પીધી મેતો


પ્રેમે મુજને સદગુરુ મળીયા સફળ થયો મારો જન્મારો
હુ ગાંડી કે આ દુનીયા ગાંડી જ્ઞાની આપ વિચારો... 
એવી પ્યાલી પીધી મેતો

સ્વામિ ના સુખ ને તો બેની પરણેલી સ્ત્રી જાણે
શુ સમજે કુવારી કન્યા એ તો પિયરયુ વખાણે......
 એવી પ્યાલી પીધી મેતો

દાસ સતાર સદગુરુ પ્રતાપે પરણે લી મોજ માણે
જોવુ હોય તો સુખ પિયુ નુ પરણો વચન પ્રમાણે.... 

એવી પ્યાલી પીધી મેતો, મારા સદગુરુ ના હાથે.....

Evi pyali pidhi meto mara sadguru na hathe

મારા મન મસ્તાના રે. દિલ દિવાના રે mara man mastana re dil divana re

મારા મન મસ્તાના રે. દિલ દિવાના રે.
લે લે પ્રભુ ના ગુણ ગાઇ ....ટેક

આગુના બોલ સંભાળી લે આત્મા.શુ રહ્યો અંદર છુપાઈ.
અહી આવ્યા પછી બહોત સુખ પાયો.આનંદ ની ઘડી તુ જે આઇ...મારા.


સગુને કુટુંબ તારુ સુખડાં નુ બેલી. માત પિતા ને સુત ભાઇ.
ઘરની સ્ત્રીયા તારી સંગ નહિ ચાલે. હંસો એકલો ચાલ્યો જાય. ....મારા

ચોરાશી વર્ષ ભલે શીકાર ખેલ્યા.ઉનકા ધોખા મટી જાય.
સ્વાસ-ઉશ્ર્વાસ હાલે તારી દેહ મા. ઉનકી કરી લેને ઓળખાણી.....મારા

દમ કદમ ના દોર પર ચડી જા બંદા. અટળ અભય પદ પાઇ.
દાસી જીવણ સંતો ભીમ ગુરૂ ચરણે. સમજુ ને દિયા સમજાય. .....મારા

mara man mastana re dil divana re 
lele prabhu na gun gaai

રામ રસ ભીની ચદરિયા ઝીની રે ઝીની Ram ras bhini chadriya zini re zini

રામ રસ ભીની ચદરિયા ઝીની રે ઝીની
ચદરિયા ઝીની રે ઝીની..ટેક

અષ્ટ કમલ કા ચરખા બનાયા, પાંચ તત્વ કી પુની.
નવ દસ માસ બુનન કો લાગે, મુરખ મેલી કીની.....ચદરિયા


જબ મેરી ચાદર બની ઘર આઇ. રંગરેજ કો દિની
ઐસા રંગ રંગા રંગરેજને કી. લાલ લાલ કર દિની....ચદરિયા

ચાદર ઓઢ શંકા મત કરીયો. યે દો દિન તુમ કો દિની.
મુરખ લોગ ભેદ નહી જાને. દિન દિન મૈલી કીની.....ચદરિયા

ધ્રુવ પ્રહલાદ સુદામા ને ઓઢી. શુકદેવ ને નીર્મલ કીની
દાસ કબીર ને ઐસી ઓઢી. જયો કી ત્યોં ઘર દિની.....ચદરિયા

Ram ras bhini chadriya zini re zini

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ Sadhu tero sangado naa chhodu mere laal

સાધુ તેરો સંગડો ના છોડું મેરે લાલ
લાલ મેરે દિલ કી સાધુ લાગી રે વેરાગીરામા
જોયું મેં તો જાગી હો જી ...

કપડા રંગાયા સાધુ, અંચલ રંગાયા હો જી.
તો ભી મેરો તનડો ન રંગાયો મેરે લાલ.
જોયું મેં તો જાગી હો જી ...


ધરતી કા તકિયા સાધુ, તકિયો તપીયો હો જી.
તો ભી મેરો મનડો ન તપીયો મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી ...

મચ્છન્દરના ચેલા જતિ ગોરખ બોલિયા
બોલ્યા બોલ્યા અમૃતવાણી મેરે લાલ
જોયું મેં તો જાગી હો જી ...

Sadhu tero sangado naa chhodu mere laal
lal mere dil ki sadhu lagi re veragi raama 
joyu meto jaani

બેની મને ભીતર સદગુરૂ હે મળીયા beni mane bhitar sadguru he maliya

વરતાણી આનંદ ની લીલા. આજ મારી બાયુ રે
બેની મને ભીતર સદગુરૂ હે મળીયા.......ટેક

અખંડ ભાણ દિલ ભીતર ઉગ્યા. સઘળી ભોમીકા ભાળી.
શુનમંડળ મા મારો શ્યામ બીરાજે. ત્રીકુટી મા લાગી ગઇ તાળી.....આજ


અગમ ખડકી જોયુ ઉઘાડી . સામા સદગુરૂ દિસે.
રંગ મહેલ પર લેપત લાગી . ત્યા તો કેડી કેડી યાચના કીજે.....આજ

બાવન બજાર ચોરાશી ચૌટા. કાચ મહેલ મંદિર કિના
જનક શહેર ને જરોખા જાળીયા . એમા દો દો આસન દિના.....આજ

ઘડી ઘડી ના ઘડયાળા વાગે. છત્રીસ રાગ સુણાય.
ભેર ભુગંળ ને મૃદંગ વાગે . જાલરી વાગે જીણી જીણી....આજ

ચીત્રામણ શીહાસન પવન પુતળી. નખ શીખ નેણે નીરખી.
અંગ ના ઓશીકા પ્રેમ ના પાથરણા . સદગુરૂ દેખી હુ તો હરખી....આજ

સત નામ નો સંતાર લઇ. ગુણ તખત પર ગાયો
લખમી સાહેબ ને ગુરૂ કરમણ મળીયા. મને ભેદ અગમરો પાયો....આજ


Varatani  aanand ni lila aaj mari bayu re
beni mane bhitar sadguru he maliya


શું પૂછો મુજને કે હું શું કરું છું

શું પૂછો મુજને કે હું શું કરું છું
મને જ્યાં ગમે,ત્યાં હરું છું ફરું છું.

ન જાઉં ન જાઉં, કુમાર્ગે કદાપિ,
વિચારી વિચારી ને, ડગલાં ભરું છું.


કરે કોઈ લાખો, બુરાઈ છતાં હું,
બુરાઈને બદલે, ભલાઈ કરું છું.

નથી બીક કોઈની, મને આ જગતમાં,
ફકત એક મારા, પ્રભુથી ડરું છું.

ચડી છે ખુમારી, પીધી છે પ્રેમ સુરા,
જગતમાં હું પ્રેમી, થઈ થઈ વિચરું છું.

છે સાધુ સંવત, 'ભક્ત સત્તાર'નું,
કવિ જ્ઞાનીઓને, હું ચરણે ધરું છું.

Shu puchho chho mujane ke hu shu karu chhu mane jya game tya haru chhu faru chhu 

જોગી જોગણ જગ ભરમાવે Jogi jogan jag bharmave

જોગી જોગણ જગ ભરમાવે,વાકો લાજ શરમ નહીં આવે...ટેક ૧

સોના રુપા પહેરકે ઠગની,ઘર ઘર ઢોલ બજાવેજી,
ટગમગ ટગમગ નયન ફિરાવે,ભોગી મરમર જાવે...
જોગી જોગણ જગ...૨


કૌઆ કુતા મેડક મુરઘા,ઢોલ સારંગી બજાવેજી,
મચ્છર બીચ મેં તાન લગાવે,હાથી સૂંઢ ફિરાવે...
જોગી જોગણ જગ...૩

ભોગી તો રોગી બન જાવે,દુ:ખ મેં બહોત રિબાવેજી,
અંત કાલ મેં દેખો ઠગની,કુંદ અલગ હો જાવે...
જોગી જોગણ જગ...૪

જોગી હોય સો જોગ કમાવે,ભોગી પ્રિત લગાવેજી,
દાસ "સતાર" ગુરુ કિરપા સે,અબ ક્યા ફંદે મેં આવે...
જોગી જોગણ જગ...૫

Jogi jogan jag bharmave vako laaj sharam nahi aave 

મન લાગો મેરો યાર ફકીરી મેં. man lago mero yaar fakiri me

મન લાગો મેરો યાર ફકીરી મેં.
મન લાગો મેરો યાર ફકીરી મેં...ટેક

જો સુખ પાઉ રામ ભજન મેં, સો સુખ નાહિં અમીરી મેં,
ભલા બુરા સબકા સુન લીજૈ, કર ગુજરાન ગરીબી મેં...મન


પ્રેમ નગર મેં રહની હમારી, ભલી બની આઈ સબૂરી મેં,
હાથ મેં કુંડી બગલ મેં સોટા, ચારોં દિશા જાગીરી મેં...મન

આખિર યે તન ખાક મિલેગા, કહાં ફિરત મગરૂરી મેં,
કહત કબીર સુનો ભાઈ સાધો, સાહબ મિલે સબૂરી મેં...મન


man lago mero yaar fakiri me 

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી sacha sagar na moti

જોતાં રે જોતાં રે અમને જડિયાં રે સાચાં સાગરનાં મોતી

લીલાં લીલાં મોતીડાં રે હાં… સંતો ભાઈ ! પીળાં પીળાં મોતી
તખત ત્રીવેણી ના તીરમાં રે....સાચાં સાગરનાં મોતી


જીણાં જીણાં મોતીડાં રે… સંતો ભાઈ ! નેણલે પીરોતી
ગગન મંડળમાં હીરલા રે....સાચાં સાગરનાં મોતી

ઈ રે મોતીડાં રે હાં… સંતો ભાઈ ! કોઈ લાવો ગોતી
એનો રે બનું રે હું તો દાસ રે....સાચાં સાગરનાં મોતી

કહત કબીરા રે હાં… સંતો ભાઈ ! સૂનો મેરે સાધુ
સાધુડાં લેજો રે મોતીડાં ગોતી રે....સાચાં સાગરનાં મોતી


Jota re jota re amne jadiya re sacha sagar na moti

સદગુરુ રામ ને રીજાવુ sadguru ram ne rijavu re

સોઈ વાતુ જાણે જ વિરલા સુક્ષ્મ વેદ સુણાવુ મેરે દાતા
સદગુરુ રામ ને રીજાવુ ..એ.જી

મન પવન ને મુળે બાંધી , અગમ ખડકીએ આવુ
ખરી ખબર થી ખોજુ ખાવંદ ને, તા પર લગની લગાવુ....મેરે દાતા


મુળ કમળ થી મધ્યમા આવી ઉનમુન ધ્યાન લગાવુ
ઈ રે કળાથી જપુ અજંપા શ્વાસે શ્વાસ સમાવુ ....મેરે દાતા

ચલી સુરતા ચડી ગગન પર , અનહદ નાદ બજાવુ
ઝળહળ જયોતિ જાગી ઝરુખે , રુચિ બ્રહમ શેર જગાવુ....મેરે દાતા

આવન જાવનકા મટી ગયા અંતરા, એવા પરવાના પાવુ
મેરમ સાહેબ સદગુરુ ચરણે , નવી નકલ મા ન આવુ ....મેરે દાતા

soi vatu jane j virla sukhsam ved sunavu mere daata 
sadguru ram ne rijavu re

જેને દિઠે મારા નેણલાં ઠરે Jene dithe mara nenala thare

જેને દિઠે મારા નેણલાં ઠરે,
બાયુ ! અમને એડા એડા સંત મળે...ટેક

ઉદર માંથી એક બુંદ પડે ને, ભગત નામ ધરે,
નરક છોડાવીને ન્યારા રે’વે, અમર લોકને વરે...બાયુ


ચાલતા નર ધરતી ન દુભવે, પાપ થકી બહુ ડરે;
શબ્દ વિવેફીને ચાલે સુલક્ષણા, પૂછીપૂછી પાવ ધરે...બાયુ

ત્રિગુણ પૂતળી રમે સૂનમાં, અણઘટ ઘાટ જ ઘડે;
ગુરૂજીના શબ્દો એવા છે, ખોજે તેને ખબરૂ પડે...બાયુ

કાયાવાડીનો એક ભમરો, સંધ્યાએ ઓથ ધરે;
આ સંસારમાં સંત સુહાગી, બેઠા બેઠા ભજન કરે...બાયુ

વર્ષા ઋતુનો એક હિમ પોપટો, નીર ભેળાં નીર ભળે;
લખમાના સ્વામીની સંગે રમતાં, સ્વાતિનાં બિંદુ ઠરે...બાયુ

Jene dithe mara nenala thare bayu amne eda sant male 

કળા અપરંપાર વા’લા એમાં પોં’ચે નહિ વિચાર

કળા અપરંપાર વા’લા એમાં પોં’ચે નહિ વિચાર
એવી તારી કળા અપરંપાર જી...ટેક

હરિવર તું ક્યે હથોડે, આવા ઘાટ ઘડનાર જી
બાળકને પ્રભુ માતાપિતાની, આવે છે ક્યાંથી અણસાર... ૧


અણુમાં આખો વડ સંકેલ્યો, એનાં મુખ ઉંધા મોરાર જી
કીડીનાં આંતર કેમ ઘડિયાં, સૃષ્ટિના સરજણહાર... ૨

જન્મ આગળ દૂધ જુગતે, તેં કીધાં તૈયાર જી
મોરનાં ઈંડામાં રંગ મોહન, કેમ ભર્યા કિરતાર... ૩

કોણ કલ્પે કોણ બોલે, હા ને ના કહેનાર જી
પરસેવાની લીખ પંડની, તાંગે ન તારણહાર... ૪

અણુઅણુમાં ઈશ્વર તારો, ભાસે છે ભણકાર જી
કાગ કહે કઠણાઈથી તોયે, આવે નહિ ઇતબાર... ૫

Kala aparmpar vala ema pahoche nahi vichar

ધરલે ગુરૂકા ધ્યાન અરે મન Dhar le guru ka dhyan are man

ધરલે ગુરૂકા ધ્યાન અરે મન. ધરલે ગુરૂકા ધ્યાન.
સદગુરૂ દેવ દયાળુ દાતા. આપે આતમ જ્ઞાન....અરે મન

ગુરૂ ગંગા ગુરૂ ગોમતી જાનો. ગુરૂ સરસ્વતીકે સમાન.
અડસઠ તીરથ ગુરૂ ચરનમે. કહેના મેરા માન....અરે મન


ગુરૂ બીન ગેબકા ભેદ ન પાવે. ખોલ જરા તુ કાન.
ગોવિંદરૂપ ગુરૂજીકો જાનો. સમજ સમજ નાદાન....અરે મન

સદગુરૂ શબ્દ શ્રવણ કર મુરખ. છોડી દે માન ગુમાન.
દાસ સતાર કહે કર જોડી. હોવત જટ કલ્યાણ....અરે મન

Dhar le guru ka dhyan are man

મારી હેલી રે ગગન ચડીને જોઇ લ્યો mari heli re gagan dhadi ne joi lyo

મારી હેલી રે ગગન ચડીને જોઇ લ્યો,
આપણા ગુરૂજીનો દેશ...ટેક

કોણ બુંદકી માતા ધરણી રચાયી, કોણ બુંદકા આકાશ
કોણ બુંદકા પ્રાણી પુરૂષ રચાયા, કોણ બુંદકા સંસાર...મારી


અલીલ બુંદકી માતા ધરણી રચાયી, બરફ બુંદકા આકાશ
પવન બુંદકા પ્રાણી પુરૂષ બનાયા, ચેતન બુંદકા સંસાર...મારી

રૈન તો સમાણી હેલી ભાણમા, ભાણ તો સમાણા આકાશ
આકાશ સમાણુ હેલી શુનમાં શુન સમાણુ હેલી માય...મારી

અમી તૃષ્ણાના ત્યા ઝરણા જરે, રતન મણીનો પ્રકાશ
કહત કબીર ધરમ દાસકો, ફેર મીલનકી નહિ આશ...મારી

mari heli re gagan dhadi ne joi lyo

સાધુ કી સંગત પાઇ રે Sadhu ki sangat paai re

સાધુ કી સંગત પાઇ રે, જા કી સફલ કમાઇ રે;
સાધુ કી સંગત ભક્તિ હરીકી, બઢત બઢત બઢ જાઈ...ટેક

ધુવ પ્રહલાદ અંમરીષ વિભિષણ, નારદ છે ઋષિરાઈ;
પીપા ધના સેના રોહીદાસ, પાંચમી મીરાંબાઈ...સાધુ


નરસિંહ જયદેવ ઓર સુરદાસ, સજના જાત કસાઈ;
રંકા વંકા કાલુ કેવલ કૂબા, કરમાકો ખીચડી પાઇ...સાધુ

દત્તાત્રેય ગુરૂ ગોંરખ યોગી, ગગન મંડલ મઠ છાઈ;
કહત કબીર સુનોં ભાઇ સાધુ, જ઼યોતમેં જ્યોત મિલાઇ...સાધુ

Sadhu ki sangat paai re ja ki sagal kamai re

નથી રે પીધાં અણજાણી રે nathi re pidha anajani mevad na raana

નથી રે પીધાં અણજાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધા જાણી જાણી.

કોયલ ને કાગ રાણા, એક જ વરણાં રે;
કડવી લાગે છે કાગવાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.


ઝેરના કટોરા જ્યારે રાણાજી મોકલે રે;
તેનાં બનાવ્યાં દૂધ પાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

રીસ કરીને રાણો ત્રાસ ગુજારે;
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુનો સંગ મીરાં છોડી દિયો રે;
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સાધુડાનો સંગ રાણા નહિ છૂટે અમથો રે;
જનમોજનમની બંધાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

સંતો છે માત રાણા, સંતો પિતા મારા;
સંતોની સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

બાઈ મીરાં કહે પ્રભુ ગિરધર નાગર;
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા, ઝેર તો પીધાં જાણી જાણી.

nathi re pidha anajani mevad na raana 

જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો Juno dharam lyo jaani mara santo

જૂનો ધરમ લ્યો જાણી મારાં સંતો,
જૂનો ધરમ લ્યો જાણી રે હે જી...ટેક

નદી કિનારે કોઇ નર ઊભો, તૃષા નહિ છીપાણી રે હે જી;
કાં તો એનુ અંગ આળસુ, કા સરિતા સુકાણી...મારાં


કલ્પતરૂ તળે કોઇ જન બેઠો, ક્ષુધા ખૂબ પીડાણી રે હે જી;
નહિ કલ્પતરૂ નક્કી બાવળિયો, કાં ભાગ્ય રેખા ભેળાણી...મારાં

સદગુરૂ સેવ્યે શિષ્ય ન સુધર્યો, વિમળ થઇ નહિ વાણી હે જી;
કાં તો ગુરૂ જ્ઞાન વિનાના, કાં તો એ પાપી પ્રાણી...મારાં

ભક્તિ કરતાં ભય દુ:ખ આવે, ધીરજ નહિ ધરાણી રે હે જી;
કાં સમજણ તો રહી ગઈ છેટે, કા નહિ નામ નિર્વાણી...મારાં

ચિંતામણિ ચેત્યો નહી, મળી ચિંતા નવ ઓલાણી રે હે જી;
નહિ ચિંતામણિ નક્કી એ પથરાં, વસ્તુ ન ઓળખાણી...મારા

મળ્યું, ધન તોયે મોજ ન માણી, કહું કરમની કહાણી રે હે જી;
કાં તો ભાગ્ય બીજાનું ભળિયુ, કાંતો ખોટી કમાણી...મારાં

અમૃત મળ્યું પણ અમર થયો નહિ, પીવાની જુગ્તિ ન જાણી;
કાં તો ઘટમાં ગયું નહિ ને, કાં પીવામાં આવ્યું પાણી...મારાં

ધર્મ કર્મને ભક્તિ જાણે, ભેદ વિના ધુળ ધાણી રે હે જી;
કહે ગણપત સમજી લ્યો સંતો, પૂરી પ્રીત સમાણી...મારાં

Juno dharam lyo jaani mara santo

હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને hari hara ni marji

હરી હરાની મરજી મે તો, અરજી કરી છે એને
ચાહે ન ચાહે મુજને, મારો તો પ્યાર છેને...ટેક

દુનીયાને છોડી દોડી, શરણ ગ્રહયુ છે એનુ
મારા જીવનની દોરી, એને હાથ છેને...હરી


છે દિન દયાળુ એવો, શાંભળશે દાદ મારી
ઇ જાણે છે મારા દિલની, કહીશ દિલની એને...હરી

તીરછી નજરે એણે ઘાયલ કર્યો છે મુજને
દિલડુ થયુ દિવાનુ ચાહે છે દિલથી એને...હરી

પ્રિત કરીને મુજથી, પરદે રહે છે પ્રિતમ
પ્રિતમ પ્રિતમ જંખે, દિલ દર્શન કારણ એને...હરી

એની નજરે જીવન મારૂ, જીવુ છુ ઇ નજરે
ગાફીલ છુ પણ એની, નજર મુજ પર છેને...હરી

hari hara ni marji me to arji kari chhe ne chahe na chahe mujne maro to pyaar chhe ne 

એવા ગુરૂના શબ્દ વિચારીને ચાલવુ Eva guru na shabd vicharine chalvu

એવા ગુરૂના શબ્દ વિચારીને ચાલવુ, હેતે પ્રીતે લેવુ હરીનુ નામ...ટેક

પુર્વ જન્મની વાતો તુ ભુલી ગયો, કયાથી આવ્યો કોણ તારી જાત
બાજીગરે બાજી રચી છે કારમી, ભુલવણીમા ભુલી ગયો તારી વાત...એવા


નવ નવ મહીના ઉંધે મસ્તક જુલતો, કરતો પ્રભુની સાથે વાત
તારી ભક્તિ નહી ભુલૂ હુ ભુદરા, બાર આવી લાગી માયાની લાત...એવા

નવ લાખ અવતાર લીધા નીરમા, દસ લાખ પંખી પરીવાર
અગીયાર લાખ લીધા કરમકીટમા, વીસ લાખ થાવરમા વિસ્તાર...એવા

ત્રીસ લાખ અવતાર પશુ પાંભર પરવર્યો, ચાર લાખ અલ્પ માનવને પેટ
લખ રે ચોર્યાસી જીવ તુ બહુ ફર્યો, ભુલ્યો ભક્તિ તો જાશ પાછો હેઠ...એવા

મરી મરીને ચેતન બહુ અવતર્યો, હવે મળ્યો મનુષ્ય અવતાર
જો ભક્તિ કરી નહી પરીબ્રહ્મની, ગુરૂ સેવ્યા વિના પડી મુખમા ધુળ...એવા

ગરજે ગગનને અખંડ જ્યોતિ જળહળ, સહેજે મળ્યો ગુરૂજીનો સંગ
ભાણને પ્રતાપે ખીમ રવી સહી કર્યા, મળ્યા છે અટલ પુરૂષ અભંગ...એવા

Eva guru na shabd vicharine chalvu hete prite levu hari nu naam

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને Sheri valavi saj karu ne gher aavo ne

આ શેરી વળાવી સજ્જ કરું, ઘરે આવો ને !
આંગણિયે પથરાવું ફૂલ, વાલમ ઘરે આવો ને...ટેક

આ ઉતારા દેશું, ઓરડા ઘરે આવો ને;
દેશું દેશું મેડીના મોલ, મારે ઘરે આવો ને…શેરી


આ દાતણ દેશું દાડમી ઘરે આવો ને
દેશું કણેરી કાંબ, મારે ઘરે આવો ને…શેરી

આ નાવણ દેશું કુંડિયું ઘરે આવો ને,
દેશું દેશું જમનાજીના નીર મારે ઘરે આવો ને…શેરી

આ ભોજન દેશું લાપશી ઘરે આવો ને !
દેશું દેશું સાકરિયો કંસાર, મારે ઘરે આવો ને...શેરી

આ રમત-દેશું સોગઠી ઘરે આવોને,
દેશું દેશું પાસાની જોડ, મારે ઘરે આવો ને…શેરી

આ પોઢણ દેશું ઢાલિયા, ઘરે આવોને,
દેશું દેશું હિંડોળા ખાટ, મારે ઘરે આવો ને…શેરી

આ મહેતા નરસૈયાના સ્વામી શામળિયા,
હાં રે અમને તેડી રમાડ્યા રાસ, મારે ઘેર આવો ને…શેરી

Sheri valavi saj karu ne gher aavo ne 

હમારે પ્રભુ અવગૂણ ચીત ના ધરો hamare prabhu avgun chit na dharo

હમારે પ્રભુ અવગૂણ ચીત ના ધરો
સમદર્શી હૈ નામ તિહારો, ચાહે તો પાર કરો...હમારે

એક નદિયા એક નાલ ક્હાવત, મૈલો હી નીર ભર્યો
દોનોં મિલકે એક બરન ભઈ, સુરસરી નામ પયો...હમારે


એક લોહા પૂજામે રાખત, ઇક ઘર બધિક પયો
ગુણ અવગૂણ પારસ નહી ચીતવત, કંચન કરત ખરો...હમારે

યહ માયા ભ્રમજાલ કહાવત, સૂરદાસ સઘરો
અબકો બેર મોહે પાર ઊતારો, નહી તન જાત ટરો...હમારે

hamare prabhu avgun chit na dharo 

નાવ તરે ભવસાગર તારૂ Naav tare bhavsagar taru

નાવ તરે ભવસાગર તારૂ, કાઠે લાવી બુડાડીશમા
તારી શકે તો તારજે જીવડા, બીજાને ડુબાડીશમા...ટેક

તારે આંગણીયે આંબા રોપજે, બાગ બીજાનો બગાડીશમા
એના ફળ તુ સદાય જમજે, એના મૂળ ઉખાડીશમા...નાવ


ભર્યા હોય ભંડાર કોઇના, એમા તુ લાઇ લગાડીશમા
સીધા મારગડે ચાલ્યો જાજે, સુતા સાપ જગાડીશમા...નાવ

મહેલ પરાયા જોઇ બીજાના, ઝુપડુ તારૂ બાળીશમા
માલ વિનાની દુકાન ઉપર, ખોટા બોડ લગાડીશમા...નાવ

જો કોઇ મુખેથી રામ ભજેતો, એના તાર તુ તોડીશમા
કહે પુરષોતમ સ્વાર્થને કારણે ખોટા સુર વગાડીશમા...નાવ

Naav tare bhavsagar taru kathe lavi budadish ma 

એવી અગમ પર ઓળખાણું રે Evi agam par olkhanu re aapi

એવી અગમ પર ઓળખાણું રે, આપી ગુરૂ એ પ્રેમ કરી
ત્યારે સત અસત પરખાણું રે, મન મેવાસી બેઠું કરી...એવી

તમો ગુણ દેખી જેહી સત્વગુણ આણે, ધરે નહીં મન ક્રોધ
જ્ઞાન વૈરાગ્યથી આનંદમાં રહેવે, બોલીમાંથી લીયે બોધ;
એવાં પ્રવૃત્તિ પરજાળે રે, સુખ દુ:ખ કાપે શબ્દે કરી...એવી


વૈરાગી બાળને સુરતે સંભાળીને, મન થકી મનની લીધી સાર;
સોળ રે કળાના સોળ શણગાર સર્જયા રીજવ્યો સોહં સચરાચર
ત્યારે રણુંકાર પખાજ વાગી રે, ત્રિવેણી ૫૨ મચ્યો ઘમસાણ...એવી

નિવૃત્તિ નારી સાથે આત્મરાજા, પોઢયાં શાંતિ સૈયામાંય;
રણુકારના રે રાગ જ વાગ્યા, નાભિયે ઉભી સુરતા નાર;
એવાં છત્રીસ વાજાં વાગે રે, સાંભળે કોઈ સંત સુજાણ...એવી

અજ્ઞાન અંધારૂ દૂર થયુ ને, સદાય વાયુ છે વહાણૂં;
કોટી રવિ તણા હુવા ઉજીયારાં, અગમ સુજ્યા ઈ પ્રકાશ
એમ દાસ લાભુ ક્હે છે રે, એક શબ્દ નિશાન ધાર્યા...એવી

Evi agam par olkhanu re aapi guru e prem kari 

ગુરૂ તમારાં ગુણનો પાર નહીં રે Guru tamara gun no par nahi re

ગુરૂ તમારાં ગુણનો પાર નહીં રે, વારેવારે શું રે વખાણું,
શેષ સરસ્વતી થાકીયા, મૈ મૂઢ કેમ કરી જાણું...ટેક

આ રે ભવસાગરની વાટમાં, ડૂબતું વહાણ અમારૂ
શબ્દ સુકાની સમર્થ આપીયો, ત્યારે આ નાવ ઓળખાણુ...ગુરૂ


સુરતા સાંધવી સતગુરૂ શ્યામમાં, તેમાં શું ટાણુ કટાણૂ
શબ્દ સુકાની લઈ ચાલવું, વહાણમાં નહીં પડે કાણું...ગુરૂ તમારા

ગંગા રે યમુના તમ ચરણમાં, કાશી મથુરાં ત્યાં ભાળુ
અનેક બ્રહ્માંડ આપમાં, ગુરૂજી થકી મહાસુખ માણું...ગુરૂ તમારા

વર્ણવતા વાણી તમને નહી પહોચે, ગુરૂગમ કેમ રે વખાણું
ઉગમ શરણ વખાણતાં, લાભુ સુખ અતિ સારૂં...ગુરૂ તમારા


Guru tamara gun no par nahi re varevare shu re vakhanu

જય જય જય ગુરૂદેવ મહાદેવ શુભકારી Jay Jay gurudev mahadev shubhkari

જય જય જય ગુરૂદેવ મહાદેવ શુભકારી (ર)
ગુરૂ મૂર્તિ નિહાળી,શાંતિ તપ ધારી...જય દેવ ગુરૂદેવ

ધન્ય દિવસ રૂડો આજ,સતગુરૂ શ્યામ દીઠાં (ર)
પાપ કર્મ થયા પરલે,આનંદ મન મીઠા...જય દેવ ગુરૂદેવ


કોટીક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ (ર)
ચંદ્ર સમાન લહેરી,વાણી મધૂર મીઠી...જય દેવ ગુરૂદેવ

શ્વાતી નક્ષત્ર રીત. અમૃત જલ વૃષ્ટિ (ર)
અખંડ ધારા વરસે. સદા અમી દ્રષ્ટિ...જય દેવ ગુરૂદેવ.

કૃપા કરીને કૃપાળુ,સદગુરૂ બહુનામી (ર)
દાસ લાભુ કહે વાલા,આપે અંતરયામી...જય દેવ ગુરૂદેવ.

Jay Jay gurudev mahadev shubhkari

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...