Monday, 26 August 2024

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો રે પાર્વતી


ડોક પ્રમાણે હારલો ઘડાવજો

હારલો પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


નાક પ્રમાણે નથડી ઘડાવજો

નથડી પહેરીને જોવા જાય રે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


હાથ પ્રમાણે ચૂડલો ઘડાવજો

ચુડલો પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


પગ પ્રમાણે ઝાંઝર ઘડાવજો

ઝાંઝર પહેરીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે..


માથા પ્રમાણે ચુંદડી રે ઓઢજો

ચુંદડી ઓઢીને જોવા જાયરે મહાદેવને મેળે ચાલો પાર્વતી


વનમાં મહાદેવ નો ચેલ્લો શંખલો વગાડશે.."


Van ma mahadev no chelo shankhalo vagadshe 

Gujarati mahadev bhajan lyrics

હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે વ્રજ મને કોણ લઈ જાય

આ સંગ હાલ્યો સૌ જાત્રા કરવા મને જાવાનું મન થાય  (2)

હે ઓલા ગોવાળિયાને કોણ સમજાવે 

વ્રજ મને કોણ લઈ જાય

હે મને કનૈયા ના કાગળ  આવે 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


સાસુજી મારા હઠીલા  નણદલ  છે નઠાર  (2)

હે મારી જેઠાણીના જોર બહુ ઝાઝા 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


સવાર માં વહેલી ઉઠી હું નીકળી અને લીધો વ્રજ નો મારગ (2)

ભલે ગોતે  રે આખું ગામ 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


વ્રજ હુતો પહોંચી ગઈ અને ત્યાં કૃષ્ણ રમે રાસ  (2)

હું તો ગોપિયું બેલી રમી રાસ 

વ્રજ મને કોણ લઈ જાય

મને વ્રજ ના સપના આવે 

વ્રજ મને કોણ લઈ જાય


Ola govaliya ne kon samajave ke vraj mane kon lai jaay gujarati song lyrics

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે ગોકુળિયે ગામ નહી આવું

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે

ગોકુળિયે ગામ નહી આવું

નહી આવું

નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે


ગોકુળિયે ગામ નહી આવું રે

ગોકુળિયે ગામ નહી આવું રે


જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે

જમુનાનાં વ્હેણમાંથી પાણી લઈ મૂકો કે

મુરલીની તાન નહીં લાવું

નહીં આવું

નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

ઊભો કદંબનો ઘાટ

ઊભો કદંબનો ઘાટ

જમુનાને તીર તમે ઊભા તો એમ જાણે

ઊભો કદંબનો ઘાટ

ઊભો કદંબનો ઘાટ


લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને

લીલેરી લાગણીઓ ક્યાંય ગઈ ઓસરીને


રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ

રહી ગઈ વેદનાની વાટ


ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે

ફૂલની સુવાસ તણા સૌગંધ લઈ મુકો કે

શમણાંને સાદ નહી આવું

નહી આવું

નહી આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે


આટલી અધીરતા જવામાં છે કેમ

આટલી અધીરતા જવામાં છે કેમ

જરા એક નજર ગાયો પર નાખો

એક નજર ગાયો પર નાખો

આટલી અધીરતા જવામાં છે કેમ

જરા એક નજર ગાયો પર નાખો

એક નજર ગાયો પર નાખો


આખરી એ વાર કોઈ મટકી માં બોળીને

આખરી એ વાર કોઈ મટકી માં બોળીને

આંગળીનું માખણ તો ચાખો

એકવાર નીરખીને ગામ પછી કહી દો કે

એકવાર નીરખીને ગામ પછી કહી દો કે

પાંપણને પાન નહીં આવું

નહીં આવું

નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે


ગોકુળિયે ગામ નહીં આવું રે

ગોકુળિયે ગામ નહીં આવું રે

એકવાર શ્યામ તમે રાધાને કહી દો કે"


Ekvar shyam tame radha ne kahi do ke 

gokuliye gam nahi aavu gujarati garba lyrics

Wednesday, 13 September 2023

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે

 કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…

એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…
માખણ ખાતાં નહોતું આવડતું મુખ હતું તારૂં એંઠુ રે…
ગોપીઓએ તારું ઘર કેરાણુ જઈ ખુણામાં પેઠું રે…
કાનજી તારી મા….

ઝુલણ પહેરતાં નહોતું આવડતું અમે તે દી’ પહેરાવતાં રે…
ભરવાડોની ગાળ્યું ખાતો અમે તે દિ’ છોડાવતાં રે…કાનજી તારી મા….

કાલો ઘેલો તારા માત-પિતાનો અમને શેના કોડ રે…
કરમ સંજોગે આવી ભરાણા આંગણાં જોડાજોડ રે…કાનજી તારી મા….

ઘૂટણીયા ભેર હાલતો ચાલતો બોલતો કાલું ઘેલું રે…
ભલે મલ્યા મહેતા નરસિંહના સ્વામી પ્રેમ ભક્તિમાં રેલું રે…કાનજી તારી મા….

કાનજી તારી મા કહેશે પણ અમે કાનુડો કહેશું રે…
એટલું કહેતા નહી માને તો ગોકુળ મેલી દેશું રે…



Kanji tari ma kaheshe pan ame kanudo kaheshu re
Navratri garba song gujarati lyrics

તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે

 તમારા દલડા ને વારો, મારા રે સમ માનો જી રે

તમારા રુદિયા ને વારો, મારા રે સમ માનો જી રે...

હે... ક્યો તો ગોરાંદે મેડીયું ચણાવું અને ટોડલે મોરલા જડાવું, 
મારા રે સમ માનો જી રે

મેડીયું ના મોહ મારે મનડે નથી ને તારા હૈયડે વસ્યા ની મુને હામ, 
મારા રે સમ માનો જી રે

તમારા દલડો ને... હે... તમારા રુદિયા ને...
તમારા દલડા ને વારો...


હે... ક્યો તો ગોરાંદે સોને રૂપલે મઢાવું પછી હારલા માં હિરલા જડાવું, 
મારા રે સમ માનો જી રે

સોના રૂપા નો મોહ મારે મનડે નથી ને તારી ચુંદડી ઓઢયા ની મુને હામ, 
મારા રે સમ માનો જી રે

તમારા દલડો ને... હે... તમારા રુદિયા ને...
તમારા દલડા ને વારો...

હે... ક્યો તો ગોરાંદે મારા દલડા ઓવારૂ પછી પલ માં હું પાસરુ રે પ્રાણ, 
મારા રે સમ માનો જી રે

ઘણું જીવો રે મારા રંગભર રસિયા હું તો ભવભવ ના માંગુ સંગાથ, 
મારા રે સમ માનો જી રે

તમારા દલડો ને... હે... તમારા રુદિયા ને...
તમારા દલડા ને વારો...

Tamara dalda ne varo mara re sam mano ji re
Navratri garba song gujarati lyrics

આવી છે નોરતાની રાત aavi chhe norta ni raat

 આવી છે નોરતાની રાત,

માડી હું જોઉં તારી વાટ, આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ... ગરબે રમવા આવો હો મારી માઁ.. ગરબે રમવા આવો હો મારી માઁ.. (સુખકર્તી દુઃખહર્તી એવી મારી માઁ.. ભક્તોના દુઃખહર્તી એવી મારી માઁ..) x2 ગરબો શિરે રાખી સોળે સજીને.. સખી સહિયરો સાથે ટોળે વળીને.. માડીની આજુબાજુ સહિયરો ઝૂમે.. ચાચરના ચોકે માડી ગરબે ઘૂમે.. (માડીને રમતા જોઈ હૈયું હરખાય.. તમ દર્શનથી જીવન ધન્ય થાય..) × 2 જીવન ધન્ય થાય.. આવી છે નોરતાની રાત, માડી હું જોઉં તારી વાટ, હે માઁ.. હે માઁ.. હે માઁ.. હે માઁ.. આરાસુર વાળી અંબે માઁ ચોટીલે બિરાજે ચામુંડા.. ભગુડામાં સોહે મોગલ માઁ.. રાજપરા ધામે ખોડલ માઁ.. શંખલપુર બહુચર માડી ભદ્રમાં મહાકાળી ઉંઝામાં ઉમિયા માડી.. કુમકુમના પગલાં પાડી.. ઝાંઝરના ઝણકારે આવો સૌ રમવા માડી.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. આવો માઁ આવો માઁ આવો.. માઁ આવો, માઁ આવો.. માઁ આવો..

aavi chhe norta ni raat Gujarati song lyrics
Navratri garba song gujarati lyrics

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ Rudi ne Rangili re Gujarati Garbo Lyrics

 આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાંસલડી…. મારે મંદિરિયે સંભળાય જો

પાણીડાંની મશે રે જીવન જોવા નીસરી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

બેડા મેલ્યા મે તો માનસરોવર પાળ જો

ઈંઢોણી વળગાડી રે આંબલીયાની ડાળમાં રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

વાગે તારી ઝાંઝરનો ઝણકાર જો

હળવા હળવા હાલો તમે રાણી રાધિકા રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

જીવડો મારો આકુળ વ્યાકુળ થાય જો

અહીંયા મેં તો દીઠા રે કામણગારો કાન જી રે લોલ…

આ રૂડીને રંગીલી રે વાલા તારી વાંસળી રે લોલ

Rudi ne rangili re vala tari vansali re lol

Navratri garba song gujarati lyrics

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...