Thursday, 22 June 2017

નથી પરવા તને મારી , છતાં હું તો તમારો છું

નથી પરવા તને મારી , છતાં હું તો તમારો છું.
સદા તું તો સ્વતંત્ર છો , પારાધીન હું તો તમારો છું.
હ્રદય ની રાજગાદી પર , પ્રેમથી પધરાવી ને
ચડાવું ફૂલ આંસુઓ ના , પુજારી હું તમારો છું.
સંભારૂ હું તમને જ્યારે , ત્યારે બધુ વિસારું છું
દુનિયા ચાહે સ્વ જાને , દીવાનો હું તમારો છું.
જુગારી જીંદગી નો હું , ગયો છું દીલને હારી
હવે તો ઓસીયારો હું , સદા માટેને તમારો છું.
ચકોરી જેમ ચાહે , ચાહું તેમ હું તમને
ચાતક મેઘના જેવો , તરસ્યો હું તો તમારો છું.
"માણેક" હાલ મારાની , ખબર પૂછે કે ના પૂછે
રીબાતો હ્રદય નો રોગી , વિયોગી હું તો તમારો છું.
કવિ - માણેક થાર્યા જસાણી (ગઢવી)
ઝરપરા - કચ્છ.

Thursday, 23 March 2017

સમી સાંજના સપના જોને આવીયા

કાને કુંડળ અને જટાધારીં હો જી રે
અંગડે લગીવી જોને ભભૂત
એવા સમી સાંજના સપના જોને આવીયા
સપના આળ ને પંપાળ
તમારા સપના સુકે લાકડે હો જી રે
જાજો કોઇ ગોઝારીનાં ઘેર...કાને...

બાણું લાખ દુજે રાણી માળવો હો જી રે
ભરીયા અખૂટ જોને ભંડાર
ખાજો પીજો ને રાણી ધન વાપરો
કપડા પહેરો મોંઘેરા આજ...કાને...

બળ્યો રે બાણું લાખ રાજા તારો માળવો હો જી રે
બળ્યા તારા અખૂટ ભંડાર
ઘરનો ધણી જેદી જોગી બન્યો
બળ્યો આ રાણીનો અવતાર...કાને...

પરાયે જાતા મનને માલતા હો જી રે
લેતા કાંય ઈશ્વરના નામ
ઘરનો ધણી રે જેદી બાવો બન્યો
પીયે ઈ લીલાગરની ભાંગ...કાને...

ગુરૂ ગોરક્ષ પ્રતાપે ભરથરી બોલીયા હો જી રે
નવખંડ રાખ્યા ગુરૂજીએ નામ
કાને કુંડળ જટાધારીં હો...

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે

વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે વનમાં મહાદેવજી વનમાં રે પાર્વતી વનમાં મહાદેવ નો ચેલો શંખલો વગાડશે શંખલાનો નાદ જોવા જઈએ મહાદેવને મેળે ચાલો ...